For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જીને શારદા ચિટફંડ ગોટાળા વિશે ખબર હતી: કૃણાલ ઘોષ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 નવેમ્બર: શારદા ગ્રુપ ચિટફંડ ગોટાળા વિશે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આરોપોને ઘેરાતી જોવા મળે છે. થોડા દિવસ પહેલાં આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષે મમતા બેનર્જી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે તેમને આ કેસની જાણકારી આપી હતી. ટીએમસીના સસ્પેંડેડ કૃણાલ ઘોષે ધરપકડ પહેલાં એક સીડી રેકોર્ડ કરી હતી અને તે સીડીમાં દાવો કરવામાં આવ્યો હતો છે. અમે તમને જણાવી દઇએ કે આ સીડીની કોપી એક ન્યુઝ ચેનલ પાસે છે. જો કે તે ચેનલ આ સીડીની પ્રામાણિકની પુષ્ટી કરતી નથી.

કૃણાલ ઘોષે દાવો કર્યો છે કે શારદા ગ્રુપે મમતા બેનર્જીને પીએમ બનવવાના સપના બતાવ્યા હતા. કૃણાલ ઘોષે એ આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીને આ ચિટફંડ ગોટાળાની જાણકારી હતી પરંતુ તેમછતાં તેમને સમયસર કાર્યવાહી ન કરી. કૃણાલ ઘોષનો આરોપ છે કે મમતા આ ચેનલનો ઉપયોગ પીએમ પદની દાવેદારી કરવા માંગણી હતી. કૃણાલ ઘોષે આ મુદ્દે તૃણમૂલના અન્ય દિગ્ગજ મંત્રીઓને સીડીમાં લપેટ્યા અને તેમના પર આરોપ લગાવ્યા હતા.

kunal-mamata

તૃણમૂલ કોંગ્રેસના સસ્પેંડેડ સાંસદ કૃણાલ ઘોષને થોડા દિવસ પહેલાં શારદા સમૂહના ચિટફંડ ગોટાળાના મુદ્દે બિધાનનગર પોલીસે ધરપકડ કરી હતી. શારદા સમૂહે પોતાની અલગ-અલગ ચિટફંડ યોજનાઓના માધ્યમથી લોકો પાસેથી 2300 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત એપ્રિલમાં કાર્યવાહી કરવામાં આવી હતી. કૃણાલ ઘોષે શારદા સમૂહની મીડિયા શાખાના પ્રમુખ હતા. શારદા સમૂહના કેટલાક સમાચાર પત્ર અને ટેલિવિઝન સમાચાર ચેનલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શારદા સમૂહના અધ્યક્ષ સુદિપ્ત સેનને એપ્રિલમાં જમ્મૂ-કાશ્મીરના સોનમર્ગથી ધરપકડ કરવામાં આવી હતી જ્યાં તે કંપનીના બે વરિષ્ઠ અધિકારીઓ સાથે ફરાર થઇ ગયા હતા.

English summary
In what could spell trouble for Mamata Banerjee, a CD has emerged in which suspended TMC MP Kunal Ghosh is seen claiming that West Bengal Chief Minister knew about the Saradha chit-fund scam but she chose to keep quiet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X