For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા

મમતા બેનર્જીએ એક્ઝીટ પોલને ગપ્પા ગણાવીને કહ્યુ કે આની પાછળનું કારણ એ છે કે હજારો ઈવીએમને આ ગપબાજી વચ્ચે બદલી શકાય.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જે રીતે તમામ એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે તેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપીને તેને ફગાવી દીધા છે. મમતા બેનર્જીએ એક્ઝીટ પોલને ગપ્પા ગણાવીને કહ્યુ કે આની પાછળનું કારણ એ છે કે હજારો ઈવીએમને આ ગપબાજી વચ્ચે બદલી શકાય. હું તમામ વિપક્ષી દળોને અપીલ કરુ છુ કે તે એક, મજબૂત અને સખત રહે. આપણે એક સાથે મળીને આ લડાઈ લડીશુ.

Mamata Banerjee

એક્ઝીટ પોલ અનુસાર એનડીએના ખાતામાં લગભગ 300 સીટો આવી રહી છે જ્યારે કોંગ્રેસ માત્ર 120 સીટો પર સમેટાતી જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં સારુ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. એક્ઝીટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળની 42માંથી 13 સીટો પર ભારતીય જનતા પાર્ટી જીતતી જોવા મળી રહી છે. વળી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં હારના માત્ર છ મહિનાની અંદર ભાજપે અહીં કમબેક કર્યુ છે. એક્ઝીટ પોલના પરિણામોને માત્ર મમતા બેનર્જીએ જ નહિ પરંતુ રાષ્ટ્રીય જનતા દળે પણ ધડમૂળથી ફગાવી દીધા છે. રાજદ તરફથી કહેવામાં આવ્યુ છે કે Exit Poll હોય છે. ગ્રાહક વર્ગની પાર્ટીને જીતતી જોવી તેમની વ્યાવસાયિક મજબૂરી છે. જો ગ્રાહક વર્ગની પાર્ટી હારે તો લોકો નિરાશામાં ટીવી બંધ કરી દેશે. ટીવી બંધ તો ટીઆરપી ડાઉન. એક્ઝીટ પોલ પર તેમનો જોશ અને પરિણામનું આ પણ એક કારણ છે.

વળી, નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ કહ્યુ કે દરેક એક્ઝીટ પોલ ખોટા ન હોઈ શકે. સમય આવી ગયો છે કે ટીવીને બંધ અને સોશિયલ મીડિયાથી લૉગ આઉટ કરીને 23મેની રાહ જોવામાં આવે. જોઈએ શું દુનિયા એ દિવસે પણ પોતાની ધરી પર ફરી રહી હશે. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે મતદાન ખતમ થયા બાદ ટીવી ચેનલોએ એક્ઝીટ પોલ જાહેર કર્યા. ટાઈમ્સ નાઉ-VMR, સી વોટર, જન કી બાત, એબીપી, ઈન્ડિયા ટુડે, ન્યૂઝ નેશને મોટાભાગે એનડીએના સરળતાથી સરકાર બનાવી લેવાની વાત કહી છે અથવા બહુમતનની નજીક રહેવાનો દાવો કર્યો છે. ઘણી એક્ઝીટ પોલમાં એનડીએને 300થી વધુ સીટો મળવાની વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચોઃ એક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર?આ પણ વાંચોઃ એક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર?

English summary
Mamata Banerjee rejects Exit polls calls it gossip smells conspiracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X