For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળને આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધોઃ બાબુલ સુપ્રિયો

મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળને આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધોઃ બાબુલ સુપ્રિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર પર કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ તીખો હુમલો કર્યો છે. તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ લગાવવાની માંગ કરી છે. બાબુલ સુપ્રિયોએ કહ્યું કે રાજ્યમાં અનુચ્છેદ 365 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે તમામ જરૂરી શરતો મમતા બેનરજી પૂરી કરે છે. મમતા બેનરજીએ રાજ્યમાં આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધો છે, જે હિસાબે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. જેવી રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેની ટીકા કરતાં બાબુલ સુપ્રિયોએ કહ્યું કે આ જાનવરો જેવો વ્યવહાર હતો. જણાવી દઈએ કે અગાઉ બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળ પોલીસને મમતા બેનરજીના પાળતૂ ગણાવ્યા હતા.

babul supriyo

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પાછલા ઘણા સમયથી રાજનૈતિક હિંસાનો પ્રકોપ ચાલી રહ્યો છે. જે વિરુદ્ધ ભારતની યુવા એકમે 'ભાજયુમોના નવાન્ન ચલો' અભિયાનની શરૂઆત કરી છે. પરંતુ ગુરુવારે આ અભ્યાન દરમ્યાન પોલીસે ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીઓ વરસાવી હતી અને તેમના પર વોટર કેનન અને ટીયર ગેસને સેલ છોડ્યા હતા. આ દરમ્યાન 1500 ભાજપી કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા હતા, જેમાંથી કેટલાય લોકોની હાલત ગંભીર છે.

હોસ્પિટલ ના ચલાવી શકો તો અમને સોંપી દે MCD: સત્યેન્દ્ર જૈનહોસ્પિટલ ના ચલાવી શકો તો અમને સોંપી દે MCD: સત્યેન્દ્ર જૈન

ભાજપનો દાવો છે કે જુલૂસ દરમ્યાન પોલીસ સાથે સ્થાનિક ગુંડા પણ સામેલ હતા અને આ લોકોએ પથ્થરમારો કર્યો, દેસી બોમ્બ ફેંક્યા. જણાવી દઈએ કે ભાજયુમોએ પ્રદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખરાબ કાનૂન વ્યવસ્થા વિરુદ્ધ સચિવાલયમાં માર્ચ કાઢી હતી, પરંતુ આ માર્ચને રાજ્ય સરકાર મંજૂરી નહોતી આપી. આ દરમ્યાન ભાજપ કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવ્યો.

English summary
Mamata Banerjee turns West Bengal into a terrorist haven: Babul Supriyo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X