મમતા બેનર્જીએ યૂપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો

mamata benerjee
નવીદિલ્હી, 19 સપ્ટેમ્બર: યૂપીએના સૌથી મોટા બીજા સમર્થક પક્ષ તરીકે માનવામાં આવતાં તૃણમૂલ કોંગ્રેસે ડીઝલ, રાંઘણ ગેસ અને મલ્ટી બ્રાન્ડ રીટેલના મુદ્દે શક્રવારે સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાની જાહેરાત કરી દિધી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ યૂપીએ સરકારને ના તો અંદરથી કે ના તો બહારથી સમર્થન પુરૂ પાડશે. શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસના બધા કેન્દ્રીય મંત્રીઓ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મળીને તેમણે રાજીનામું આપી દિધું હતું.

મમતા બેનર્જીએ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. લગભગ 2 કલાક સુધી કલકત્તામાં મીટિંગ ચાલી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ પોતાના મંત્રીઓ સાથે ફરીવાર એકવાર વાતચીત કરીને આ નિર્ણય કર્યો હતો. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે ' અમે યૂપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચીએ છીએ. અમારા મંત્રીઓ દિલ્હી જશે અને શુક્રવારે જુમ્માની નમાઝ બાદ 3 વાગે વડાપ્રધાનને મળીને પોતાનું રાજીનામું આપી દેશે.' મમતા બેનર્જીએ કોંગ્રેસને સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું છે કે ' કેન્દ્ર સરકારની કોઇપણ એક પાર્ટીની સત્તા નથી.' 'સરકાર અન્ય પક્ષોના સમર્થન પર આધારીત છે. પરંતુ બંગાળમાં અમારી બહુમતી છે અમે કોઇના પર નિર્ભર નથી.

મમતાએ સરકારને બહારથી સમર્થન પુરૂ પાડવાની સંભાવનાને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમનો નિર્ણય અધૂરા મનથી નથી. તેમને કહ્યું હતું કે 'કોંગ્રેસે ક્યારેય તેમનું સન્માન કર્યું નથી. તેમને પૂછ્યા વિના જનવિરોધી નિર્ણયો કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X