For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ પર આવવાની છે બીજી મોટી આફત, માત્ર 42 દિવસ માટે બચ્યુ પીવાનુ પાણી

કોરોના વાયરસના કહેર વચ્ચે મુંબઈ સામે એક નવી મુસીબત આવવાની છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કહેર વચ્ચે મુંબઈ સામે એક નવી મુસીબત આવવાની છે. મુંબઈ પાસે હવે માત્ર 42 દિવસ માટેનુ પીવાનુ પાણી જ બચ્યુ છે. બીએમસીએ માહિતી આપી છે કે મુંબઈને પીવા માટે પાણીનો આપૂર્તિ કરતી સાત ઝીલ અને બાંધોમાં પાણીનો ભંડાર જે છે તે માત્ર 42 દિવસ માટે છે. આ ઝીલોના જળગ્રહણ વિસ્તારોમાં વધુ વરસાદ ન થયો હોવાના કારણે ચોમાસાના પહેલા જ મહિના જૂનમાં માત્ર આઠ દિવસ બાકી રહ્યા હોવા છતાં પાણીના ભંડારમાં કોઈ વધારો થયો નથી.

mumbai

જો કે બીએમસીએ એ પણ કહ્યુ છે કે ગભરાવાની જરૂર નથી. બીએમસીએ કહ્યુ છે કે આ વખતે સારા વરસાદનુ અનુમાન છે અને વરસાદ પછી તરત જ પાણી ઉપલબ્ધ થવા લાગશે. વર્તમાન પાણીનો ભંડાર માત્ર 10.68% છે. રવિવાર સુધી સાત ઝીલોમમાં ઉપયોગી જળ ભંડાર 1.54 લાખ લીટર છે જ્યારે કુલ ભંડારણ ક્ષમતા 14.47 લાખ લીટર છે. ગયા વર્ષે સાત ઝીલો - ઉપરી વેતરણા, મધ્ય વેતરણા, મોદક સાગર, તાનસા, ભટસા, વિહાર અને તુલસીમાં સામૂહિક રીતે એક જ સમય દરમિયાન 82,829 લિટર પાણી(5.72%) હતુ. જો કે આ વર્ષનો સ્ટૉક એક જ સમય દરમિયાન 2018માં નોંધાયેલ 13.09%થી ઓછો છે. નવેમ્બર 2018માં બીએમસીએ આખા મુંબીમાં 10% પાણીનો ઘટાડો કર્યો હતો.

જો કે નાગરિક અધિકારીઓએ કહ્યુ કે હજુ સુધી પાણીના કાપ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને એ સંકેત આપ્યા છે કે આની સંભાવના નથી. અધિક શહેર કમિશ્નર (હાઈડ્રોલિક વિભાગ) પી વેલરાસુએ કહ્યુ કે, 'આ વર્ષે, ભારતના હવામાન વિભાગ(આઈએમડી)એ મુંબઈમાં સામાન્ય વરસાદની ભવિષ્યવાણી કરી છે. અત્યાર સુધી અપર વેતરણા અને મધ્ય વેતરણા તેમજ અમુક અન્ય બાંધોમાં વરસાદ ગયા વર્ષની સરખામણીમાં સારો છે. આ બાંધોનુ જળ સ્તર પણ ગયા વર્ષની સરખામણીમાં વધુ છે. માટે હવે પાણીની ઉપલબ્ધતા વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી.'

અમદાવાદઃ વેન્ટીલેટરની રાહ જોવામાં કોરોના દર્દીનુ મોત થતા હોસ્પિટલને નોટિસ ફટકારાઈઅમદાવાદઃ વેન્ટીલેટરની રાહ જોવામાં કોરોના દર્દીનુ મોત થતા હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

English summary
Mambai has drinking water for only 42 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X