• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: બાળક ચોરી કરવાના આરોપમાં યુવકને નગ્ન કરીને માર્યો

|

યુપીના ઇટાવામાં લોકોએ બાળકની ચોરી કરવાના આરોપમાં એક યુવકને પકડી લીધો. લોકોની ભીડે તેના હાથ અને પગ બાંધી તેને નગ્ન કરીને તેને ઢોર માર માર્યો. ગામ લોકોએ યુવકને એટલો માર માર્યો કે તે હવેથી ચોરી નહીં કરે તેવી કસમ ખાવા લાગ્યો. તેણે ભીડની સામે પોતાનો ગુનો કબૂલ્યો. બાતમી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. માનવાધિકારના નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલી બાબત જોઈને એસએસપી તાત્કાલિક ઘટનાની તપાસ માટે ક્રાઇમ બ્રાંચ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા.

પિટાઈનો વીડિયો સામે આવ્યો

મામલો ઇટાવાના ઇકદિલ પોલીસ સ્ટેશનના કલ્યાણપુર ગામનો છે. ગામના લોકોએ યુવકને પવન નામના બાળકને પકડતા પકડી પાડ્યો હતો. ગ્રામજનોએ ચોરને પકડી લીધો હતો અને પોલીસને બોલાવી હતી, પરંતુ, કલાકો બાદ પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ ચોરને નગ્ન કરીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે.

એસએસપી ઘ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

તે જ સમયે, મામલો મીડિયામાં આવ્યા બાદ એસએસપી પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર મામલાની પૂછપરછ કરી. એસએસપી સંતોષકુમાર મિશ્રાએ તપાસ સીઓ સદરને સોંપી છે અને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.

English summary
man beaten up by mob allegedly child theft
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X