For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર કેમિકલ એટેકની ધમકી, વ્યક્તિની થયી ધરપકડ

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજેન્સીઓમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે મુંબઈથી ફોન પર કોઈ વ્યક્તિએ ચેતવણી આપતા કહ્યું કે પીએમ મોદી પર કેમિકલ એટેક થવા જઈ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજેન્સીઓમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે મુંબઈથી ફોન પર કોઈ વ્યક્તિએ ચેતવણી આપતા કહ્યું કે પીએમ મોદી પર કેમિકલ એટેક થવા જઈ રહ્યો છે. પીએમ પર હુમલાની સૂચના પર સુરક્ષા એજેન્સીઓ તરત એલર્ટ થઇ ગયી અને મુંબઈ પોલીસ સાથે સંપર્ક કર્યો. આખો મામલો પીએમ મોદીની સુરક્ષા સાથે જોડાયેલી હોવાને કારણે મુંબઈ પોલીસ પણ તરત હરકતમાં આવી અને તેમને ફોન ટ્રેક કર્યો. એટલું જ નહીં પરંતુ ચેતવણી આપતા વ્યક્તિની રેલવે સ્ટેશનથી ધરપકડ પણ કરી.

સુરત જવાની ફિરાકમાં હતો આરોપી

સુરત જવાની ફિરાકમાં હતો આરોપી

પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનું નામ કાશીરામ મંડલ છે, જે ઝારખંડનો રહેવાસી છે. 22 વર્ષની કાશીરામ મંડલ મુંબઈમાં એક સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. કાશીરામે ગમે તેમ કરીને દિલ્હીમાં આવેલા એનએસજી કંટ્રોલ રૂમનો ફોન નંબર મેળવ્યો અને શુક્રવારે ફોન કરીને પીએમ મોદી પર કેમીકલ એટેકની ધમકી આપી. ત્યારપછી મુંબઈ પોલીસે તેનો ફોન ટ્રેસ કરીને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી તેની ધરપકડ કરી .કાશીરામ સુરત જતી ટ્રેનમાં બેસવા જઈ રહ્યો હતો.

પોલીસને ધમકી આપવાનું કારણ જણાવ્યું

પોલીસને ધમકી આપવાનું કારણ જણાવ્યું

પોલીસ પૂછપરછમાં કાશીરામે જણાવ્યું કે હાલમાં ઝારખંડના એક માઓવાદી હુમલામાં તેના એક મિત્રનો જીવ ચાલ્યો ગયો તેને કારણે તે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માંગતો હતો. પીએમ મોદી સાથે મળવા માટે તેને આવું કર્યું. મુંબઈ પોલીસે કાશીરામ પર આઇપીસી ધારા 505 (1), (2) અને 182 હેઠળ કેસ નોંધી લીધો છે. ધરપકડ પછી મુંબઈ પોલીસે કસીરામને કોર્ટમાં રજુ કર્યો, જ્યાં તેને પોલીસ રિમાન્ડ મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે કાશીરામને સોમવારે ફરી કોર્ટમાં રજુ કરશે.

પહેલા પણ થઇ ચુક્યો છે હુમલાના ષડયંત્રનો ખુલાસો

પહેલા પણ થઇ ચુક્યો છે હુમલાના ષડયંત્રનો ખુલાસો

આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસો પહેલા નક્સલીઓ ઘ્વારા નરેન્દ્ર મોદીની રાજીવ ગાંધી મુજબ હત્યા કરવા માટેના ષડયંત્રનો ખુલાસો થયો હતો. પુણે પોલીસને ભીમા કોરેગામ હિંસા મામલે ધરપકડ કરવામાં આવેલા એક આરોપી પાસે એક ચિઠ્ઠી મળી હતી જેમાં રોડ શૉ દરમિયાન પીએમ મોદી પર હુમલાનો ઉલ્લેખ હતો.

English summary
Man Calls UP NSG Control Room Warned Chemical Attack on Narendra Modi, Arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X