For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીજી, મારી દિકરીનું પાલન પોષણ કરજો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 22 એપ્રિલ: ગાજિયાબાદમાં સોમવારે રાતકુલ્લૂ ગઢી નજીક રેલવે ટ્રેક પર ટ્રેન આગળ કુદીને એક યુવકે આત્મહત્યા કરી દિધી. તેને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સંબોધિત સુસાઇડ નોટ છોડી છે. જેમાં તેમણે લખ્યું છે કે નરેન્દ્ર મોદીજી હવે તો દેશમાં તમારી સરકાર આવી રહી છે, મારા મૃત્યું બાદ મારી પુત્રીના પાલન-પોષણની જવાબદારી સંભાળી લેજો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસને તેના ખિસ્સામાંથી મળેલા કાગળોના આધારે તેની ઓળખ કરી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધી છે.

ગાજિયાબાદના મસૂરી પોલીસ મથક વિસ્તારની આ ઘટનામાં મૃતક યુવકની ઓળખ લોની આઇસીપી કંટેનરના કાવેરી સિટી નિવાસી ઓમપ્રકાશ તિવાર (32)ના રૂપમાં થઇ છે. સાત વર્ષ પહેલાં તેને આશા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની છ વર્ષીય પુત્રી જાહ્નવી પણ છે. ઓમપ્રકાશ મસૂરીની સંગમ હોટલમાં નોકરી કરતો હતો. તે સમયે વર્તમાનમાં તે લોની સ્થિત એક કંપનીની કેન્ટિનમાં નોકરી કરી રહ્યો હતો.

modi-in-tension

ગઇકાલે બપોરે તે ઘરેથી આત્મહત્યા કરવાની વાત કહીને નિકળ્યો હતો. ત્યારથી પરિવારજનો તેની શોધમાં હતા. તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામ પર એક ચિઠ્ઠી છોડી ગયો છે. જેમાં લખ્યું છે કે આશા સાથે મારો વિવાદ રહેતો હતો. હું તેની જરૂરિયાતો પૂરી કરી શકતો ન હતો, તેની સાથે મોટાભાગે ઝઘડા થતા હતા. હું પત્નીથી પરેશાન છું. મેં 2013માં ફાંસીએ લટકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બચી ગયો હતો. હવે મોદીજી તમે જ મારી પુત્રીનું પાલનપોષણ કરો...!
English summary
A 35-year-old man committed suicide by jumping in front of a speeding train in Masuri area and left behind a suicide note requesting Narendra Modi to take care of his daughter after his death, police said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X