For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા પુરુષો સાથે સુવા દબાણ કરતો પતિ, ના પાડી તો ટ્રિપલ તલાક

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રિપલ તલાક અંગે લાગુ કરાયેલા કડક કાયદા પછી દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રિપલ તલાક અંગે લાગુ કરાયેલા કડક કાયદા પછી દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની સામે સામે આવ્યો છે. પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે દહેજની માંગણી માટે તેના પતિ અને સાસરિયાઓએ તેણીને ત્રાસ આપ્યા હતા. એટલું જ નહીં, તેના પર બિન પુરુષો સાથે સંબંધો બનાવવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. આરોપીએ મહિલાને ઘરમાંથી કાઢી મુકી હતી. એવો આરોપ છે કે ત્યારપછી તેની પતિ પિયરે આવ્યો હતો અને તેને મહિલાને ટ્રિપલ તલાક આપી દીધા. તેના પરિવારના સભ્યો સાથે એસએસપી ઓફિસ પહોંચેલી પીડિતાએ આરોપી શૌહર અને તેના સાસરિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

triple talaq

દહેજ માટે પતિ મારપીટ કરતો હતો

આ વિસ્તારની વતની મહિલાના જણાવ્યા મુજબ, તેના લગ્ન 2012 માં મોદીનગરના એક યુવાન સાથે થયા હતા. મહિલાનો આરોપ છે કે દહેજની માંગણી માટે તેના પતિ અને સાસરિયાઓ ઘણી વાર તેને માર મારતા હતા. આ મારપીટ દરમિયાન એક વખત મહિલાનું માથું ફાટ્યું હતું અને તેને ગંભીર ઇજા પણ થઇ હતી

બીજા પુરુષો સાથે સંબંધ બનાવવા માટે દબાણ કરતો પતિ

મહિલાનો આરોપ છે કે તેનો પતિ અને સાસરિયાઓ તેને અન્ય લોકો સાથે સંબંધ બાંધવાની ફરજ પાડતા હતા. વિરોધના કરવા પર થોડા સમય પહેલા જ સાસરિયાઓએ મહિલા સાથે મારપીટ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. આરોપ છે કે તેમ છતાં, તેનો પતિ તેને મોબાઇલ પર ફોન કરતો હતો અને તેની સાથે ગાળાગાળી કરતો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં વધુ એક હિન્દૂ છોકરીનું અપહરણ કરી ઇસ્લામ કબૂલ કરાવ્યું

ત્રણ વાર તલાક કહીને સંબંધ પૂરો કર્યો

મહિલાનો આરોપ છે કે 30 ઑગષ્ટના રોજ તેનો પતિ તેના પિયરના ઘરે આવ્યો હતો અને તેની સાથે ગાળાગાળી કરીને ત્રણ વખત તલાક કહીને ચાલ્યો ગયો. પોતાના પરિવારના સભ્યો સાથે એસએસપી ઓફિસ પહોંચેલી પીડિતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

English summary
man gives triple talaq after wife refuses to make physical relation with others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X