પત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા
પત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા
એક પુુરુષ પોતાના પરિવાર માટે આખી જિંદગી આકરી મહેનત કરતો હોય છે અને બાળકોને સારું શિક્ષણ અને સુખી જીવન આપવાના ઉદ્દેશ્યથી ગમે તેવી મુસીબત સામે બાયો ચડાવી લેતો હોય છે. પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જેણે પતિ-પત્નીના સંબંધ પર કલંક લગાવી દીધો છે.
એક શખ્સે પોતાની પત્નીને માથામાં ગોળી મારી હત્યા કરી નાખી. મહિલાની હત્યાના મામલે પોલીસે આરોપી પતિ પપ્પૂની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવેલી વાત સાંભળી પોલીસ પણ ચકિત થઈ ગઈ. પપ્પુએ પત્નીની હત્યા બાદ પોતાના ત્રણેય બાળકોને ગંગ નહેરમાં ફેંકી દીધા. પોલીસ ગંગ નહેરમાં તલાશ કરી રહી છે પરંતુ હજી સુધી એકેય બાળકો મળ્યાં નથી.

શું છે મામલો
આ મામલો મુઝફ્ફરનગરના બસેડી ગામનો છે. ગામના રહેવાસી પપ્પુએ મંગળવારે સવારે પોતાની પત્ની ડોલી (35)ને માથામાં ગોળી મારી હત્યા કરી. પત્નીની હત્યા બાદ પપ્પુએ પોતાના ત્રણય બાળકો દીકરી સાનિયા (5), દીકરો વંશ (3) અને દીકરી હર્ષિતા (દોઢ)ને લઈ ફરાર થઈ ગયો હતો. હત્યાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને પપ્પુ સામે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

પૂછપરછમાં સનસનીખેજ ખુલાસો
26 મેના રોજ પોલીસે પપ્પુની ધરપકડ કરી લીધી. પૂછપરછમાં પપ્પુએ જણાવ્યું કે તેની પત્ની 15 દિવસથી શારીરિક સંબંધ નહોતી બનાવી રહી. રાતે જ નિર્ણય લઈ લીધો હતો કે જો સવારે નહિ માને તો હત્યા કરી નાખી। એજ થયું, સવારે પત્નીએ પાસે આવવાની ના પાડી દીધી. પત્નીની હત્યા બાદ તે બાળકો સાથે નહેર પટરી પર પહોંચ્યો. તેને લાગ્યું કે પત્નીની હત્યા બાદ આ બાળકોને કોણ ઉછેરશે. આ વાતને લઈ તેણે ત્રણેય બાળકોને નહેરમાં જીવતા ફેંકી દીધા.

સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી હતી
સ્થાનિક લોકોએ પોલીસને ઘટના વિશે જણાવ્યું હતું. જે બાદ પોલીસે પપ્પુની ધરપકડ કરતા નહેરમાં બાળકોના મૃતદેહ શોધવાં શરૂ કર્યાં. જો કે હજી સુધી બાળકો વિશે કંઈપણ જાણી શકાયું નથી. હાલ આરોપીની પૂછપરછ કરવા ઉપરાંત હત્યામાં ઉપયોગ કરાયેલા તમંચાની તલાશ પણ હાથ ધરવામાં આવી રહી છે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
