For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં ભૂખ્યા પરિવાર માટે ફોન વેચી રાશન ખરીદ્યુ, બાદમાં કરી લીધી આત્મહત્યા

લૉકડાઉનમાં આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા મજૂરે ગુરુવારે ઝુગ્ગીમાં ફંદાથી લટકીને આત્મહત્યા કરી લીધી.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશભરમાં 40 દિવસનુ લૉકડાઉન લાગુ છે. આ લૉકડાઉનના કારણે રોજ કમાઈને ખાતા મજૂરોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લૉકડાઉનમાં આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા મજૂરે ગુરુવારે ઝુગ્ગીમાં ફંદાથી લટકીને આત્મહત્યા કરી લીધી. કામ ન હોવાના કારણે તેની પાસે પૈસા નહોતા. જેના કારણે તે પોતાની પત્ની અને બાળકોને જમાડી શકતો નહોતો.

લૉકડાઉનમાં કામ ન હોવાથી ચિંતામાં હતો મુકેશ

લૉકડાઉનમાં કામ ન હોવાથી ચિંતામાં હતો મુકેશ

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ ગુરુગ્રામના સરસ્વતી કુંજ વિસ્તારમાં સ્થિત ઝુગ્ગીમાં પત્ની અને 4 બાળકો સાથે રહેતા મુકેશે ગુરુવારે બપોરે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી. મુકેશ ઘરોમાં પેઈન્ટીંગનુ કામ કરતો હતો પરંતુ લૉકડાઉનના કારણે તેનુ રોજગાર છીનવાઈ ગયુ હતુ. છેલ્લા લગભગ એક મહિનાથી કામ નહોતુ, ઘરમાં પૈસા પણ ખતમ થઈ ગયા હતા. એને આશા હતી કે 14 એપ્રિલથી લૉકડાઉન ખુલી જશે પરંતુ તે આગળ લંબાતા તેની બધી આશાઓ તૂટી ગઈ.

ફોન વેચીને લાવ્યો હતો રાશન

ફોન વેચીને લાવ્યો હતો રાશન

મુકેશે પોતાનો ફોન વેચી દીધો, જે અઢી હજારમાં વેચાયો હતો. એ પૈસાથી તે લોટ, દાળ, ખાંડ સહિત ઘરનુ કરિયાણુ લાવ્યો હતો. આ સિવાય ગરમીથી બચવા માટે પંખો પણ લઈને આવ્યો અ બાકી બચેલા 400 રૂપિયા તેણે પત્નીને આપ્યા હતા. ત્યારબાદ તે ઝુગ્ગીમાં જઈને સૂઈ ગયો. તેના બે દીકરા અને બે દીકરીઓ બહાર રમતી હતી જ્યારે પત્ની પૂનમ પાસે રહેતા પિતા પાસે ગઈ હતી. મુકેશ બિહારનો રહેવાસી હતો જે 24 માર્ચે લૉકડાઉનના એલાન બાદ પોતાના પરિવાર સાથે ફસાઈ ગયો હતો.

અંતિમ સંસ્કાર માટે પણ નહોતા પૈસા

અંતિમ સંસ્કાર માટે પણ નહોતા પૈસા

મુકેશની પત્ની થોડી વાર પછી ઝુગ્ગીમાં ગઈ તો જોયુ કે તેનો પતિ પંખા સાથે લટકતો હતો. મુકેશા સસરા ઉમેશ મુખિયાના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનાથી મુકેશને પેઈન્ટીંગનુ કામ ન મળવાથી પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. ઉમેશના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર માટે પણ પૈસા નહોતા. ઝુગ્ગીઓમાં રહેતા લોકોએ પૈસા ભેગા કર્યા અને હાદમાં અગ્નિસંસ્કાર કર્યા. વળી, પ્રશાસનનો દાવો છે કે જે વિસ્તારમાં આત્મહત્યાની વાત સામે આવી છે ત્યાં રોજ ભોજનનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 1 દિવસમાં 176 નવા દર્દી, અત્યાર સુધી 48 મોત, સંક્રમિતની સંખ્યા 1200ને પારઆ પણ વાંચોઃ ગુજરાતમાં 1 દિવસમાં 176 નવા દર્દી, અત્યાર સુધી 48 મોત, સંક્રમિતની સંખ્યા 1200ને પાર

English summary
man Unable to feed his family in lockdown, sells phone to buy ration before killing himself in Gurugram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X