For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસિક પાસે મંગલા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4ના મોત

|
Google Oneindia Gujarati News

નાસિક, 15 નવેમ્બર: નાસિક જિલ્લામાં આજે સવારે ઇગતાપુરી પાસે આવેલ ઘોતીમાં એક ટ્રેનના દસ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, જેમાં ચાર મુસાફરોના મરવાની આશંકા છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મધ્ય રેલવેના એક પ્રવક્તાએ મુંબઇમાં જણાવ્યું કે સવારે 6 વાગ્યાને 20 મિનિટ પર 12618 નિઝામુદ્દીન એર્નાકુલમ મંગલા એક્સપ્રેસ ટ્રેન મધ્ય રેલવેના નાસિક પાસે ઘોતી-ઇગતાપુરી પ્રખંડથી પસાર થઇ રહી હતી, ત્યારે જ આ ઘટના બનવા પામી હતી. તેમણે જણાવ્યું કે ઘટનાનું કારણ હજી જાણી શકાયું નથી.

ગ્રામીણ પોલીસ અનુસાર, ચાર મુસાફરોના મોત થયાની સંભાવના છે. ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે ઇજાગ્રસ્તોની ઘોતી, કસારા અને નાસિકના સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ અભિયાન જારી છે.

એક અધિકારીએ જણાવ્યું કે મધ્ય રેલવેના મુસાફરો ચિંતિત સંબંધિયો માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે જેથી તેઓ પોતાના પરિવારજનોની ભાળ મેળવી શકે. એક ચિકિત્સા રાહત વાન ઘોતી પહોંચી ગઇ છે.

mangla exp
દુર્ઘટના બાદ રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો, જેના પગલે અધિકારીઓએ મનમાડ..કૂર્લા..ગોદાવરી એક્સપ્રેસ અને મનમાડ..મુંબઇ પંચવટી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનો રદ કરી દીધી છે.

નાસિકમાં રેલવેના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે સેવાગ્રામ એક્સપ્રેસ અને રાજ્યરાની એક્સપ્રેસને લાસલગામમાં રોકી લેવામાં આવી છે. વિસ્તૃત જાણકારીની હજી રાહ જોવાઇ રહી છે.

English summary
Four passengers were feared killed and several others injured when ten coaches of a train derailed at Ghoti near Igatpuri in Nashik district on Friday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X