Manipur Violence analysis : મણિપુરમાં હિંસા થવાના કારણો, જાણો સમગ્ર વિશ્લેષણ

Manipur Violence analysis : 22,347 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા પૂર્વત્તર રાજ્ય મણિપુર છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. મણિપુરની સરકારે ઘણી વિષમ પરિસ્થિતિમાં હિંસાને રોકવા માટે હિંસા કરનારાને દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 3 મે ના રોજ મણિપુર હાઇકોર્ટના એક આદેશ બાદ સમગ્ર રાજ્ય હિંસાની આગમાં સળગી ઉઠ્યું હતું. આ હિંસામાં અત્યાર સુધી અનેક ગામમાં હુમલા થયા છે. ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે, દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી રહી છે. આ સાથે મંદિરો અને ચર્ચમાં પણ તોડફોડ કરવામાં આવી છે.

Manipur Violence analysis

હવે સવાલ એ ઊભો થાય છે કે, શું રાતોરાત લોકો (મેઇટી સમુદાય અને કુકી સમુદાય) વચ્ચે એટલી બધી નફરત ફેલાઈ ગઈ કે, તેઓએ હિંસાનો આશરો લીધો? વાસ્તવમાં આ હિંસા પાછળની સ્ટોરી કાગળ પર 10 વર્ષ જૂની છે, પરંતુ વાસ્તવમાં મામલો દાયકાઓ જૂનો છે.

હકીકતમાં વર્ષ 2012 થી, મણિપુરની અનુસૂચિત જનજાતિ માંગ સમિતિ (STDCM) મીતેઈ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. આ અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ 1949માં મણિપુરનું ભારતમાં વિલીનીકરણ થયું તે પહેલા તેમના વડવાઓને અહીં આદિવાસીઓનો દરજ્જો હતો. તેમના પૂર્વજોની જમીન, પરંપરા, સંસ્કૃતિ અને ભાષાના રક્ષણ માટે તેમને આદિજાતિના દરજ્જાની જરૂર છે. કારણ કે, તેમના સમુદાયને પહાડોમાંથી બહાર ધકેલવામાં આવી રહ્યા છે, જ્યારે આદિવાસીનો દરજ્જો ધરાવતા લોકો ઈમ્ફાલ ખીણમાં પણ જમીન ખરીદી રહ્યા છે.

આ બાબતે મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને 10 વર્ષ જૂના કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયની ભલામણ 19 એપ્રિલ, 2023 સુધીમાં સબમિટ કરવા જણાવ્યું હતું. આ ભલામણમાં મેઇતેઈ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે, 2013ની તારીખ એટલે કે 10 વર્ષ પહેલાના આદિજાતિ બાબતોના મંત્રાલયના પત્રને ટાંકીને, 3 મે 2023ના રોજ સરકારને મેઇતેઈ સમુદાયને આદિજાતિમાં સામેલ કરવા માટે 10 વર્ષ જૂની ભલામણ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે, આ માંગ 10 વર્ષથી કરવામાં આવી રહી છે. જો આના પર કોઈ સંતોષકારક જવાબ ન મળે, તો આગામી 4 અઠવાડિયામાં મેઇતેઈ જનજાતિ સંઘને જણાવો. જોકે, કોર્ટે હજુ સુધી મેઇતેઇ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાનો આદેશ આપ્યો નથી, તેણે માત્ર એક અવલોકન આપ્યું છે, પરંતુ કોર્ટના આ અવલોકનને ગેરસમજ કરવામાં આવી છે. તે દિવસથી રાજ્યભરમાં હિંસા ફેલાઈ ગઈ છે.

મણિપુરમાં 16 જિલ્લાઓ છે. આમાંથી માત્ર 10 ટકા પ્રદેશ પર મેઇતેઈ સમુદાયનું વર્ચસ્વ છે. જ્યારે રાજ્યની કુલ વસ્તીમાં મેઇતેઈ સમુદાયની વસ્તી 64 ટકાથી વધુ છે. બીજી તરફ મણિપુરમાં 60 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો આ સમુદાયના છે. મેઇતેઇ સમુદાયનો બહુમતી હિંદુ છે અને બાકીના મુસ્લિમ છે અને ઇમ્ફાલ ખીણમાં જ મેઇતેઇ સમુદાયની બહુમતી છે.

જ્યારે 33 સમુદાયો જેને આદિજાતિનો દરજ્જો મળ્યો છે તે નાગા અને કુકી જનજાતિ તરીકે ઓળખાય છે. આવા સમયે, રાજ્યની 35 ટકા માન્યતા પ્રાપ્ત જાતિઓ 90 ટકા પર્વતીય ભૌગોલિક વિસ્તારમાં રહે છે. આ બંને જાતિઓ મુખ્યત્વે ખ્રિસ્તી છે. આ જ કારણ છે કે, હિંસા ફાટી નીકળ્યા બાદ સેંકડો મંદિરો અને ચર્ચોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, કેટલા ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે તેનો કોઈ સ્પષ્ટ આંકડો નથી.

રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા એક-બે દિવસ જૂની નથી. ભૂતકાળમાં પણ અહીંના આદિવાસીઓ અનેક મુદ્દે પોતાની વચ્ચે નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે. ઘણા અહેવાલો અનુસાર, પહાડી અને નગર વિસ્તારોમાં ઘણા આદિવાસીઓ દ્વારા બળજબરીથી કબ્જો કરવામાં આવેલી જમીનો સરકાર દ્વારા ખાલી કરવામાં આવી રહી છે. કુકી સમુદાયના મોટાભાગના લોકો આ પર્વતીય જમીન પર રહે છે. બીજી તરફ જો મેઇતેઈ સમુદાયના લોકો પહાડો પર વસવાટ કરવા માંગતા હોય, તો કુકી સમુદાયના લોકો હિંસા કરે છે. આ જ કારણ છે કે, કુકી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર વિસ્તારમાંથી પણ હિંસા ફાટી નીકળી હતી.

આ તમામ બાબતોને લઈને તણાવ પણ ઉભો થયો છે. આવા સમયે, એવો પણ દાવો કરવામાં આવે છે કે, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણને કુકી જિલ્લાઓમાં ખનિજોના ભંડાર મળ્યા છે. બીજી તરફ, કુકી સમુદાયનો આરોપ છે કે, મેઇતેઇ સમુદાયના લોકો રાજ્ય તંત્ર ચલાવે છે અને હવે તેઓ તેમની પાસેથી બધું જ લૂંટવા માંગે છે.

વાસ્તવમાં મણિપુર સરકારે ડ્રગ્સ સામે જોરદાર અભિયાન ચલાવ્યું છે. મણિપુરમાં સરકાર તરફી જૂથો કહે છે કે આદિવાસી જૂથો મુખ્યપ્રધાન નોંગથોમ્બન બિરેન સિંહને તેમના પોતાના હિતોની પૂર્તિ માટે ડ્રગ્સ સામેના તેમના યુદ્ધને કારણે હટાવવા માંગે છે.

અહેવાલો અનુસાર, મુખ્યપ્રધાન બિરેન સિંહની સરકાર અફીણની ખેતીને નષ્ટ કરી રહી છે અને એવું કહેવાય છે કે, તેની અસર મ્યાનમારથી ગેરકાયદેસર પ્રવાસીઓ પર પણ પડી રહી છે. જેઓ સરહદી વિસ્તારોમાં પહાડો પર કબ્જો જમાવીને જીવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2 મે, 2023ના રોજ મુખ્યમંત્રીએ ચુરાચંદપુરમાં પોલીસ દ્વારા બે લોકો પાસેથી 16 કિલો અફીણની રિકવરી પર ટ્વિટ કર્યું હતું. મુખ્યમંત્રીએ લખ્યું હતું કે, આ લોકો આપણાં જંગલોનો નાશ કરી રહ્યાં છે અને તેમના ડ્રગ્સના કારોબાર માટે સાંપ્રદાયિક મુદ્દાઓને ઉશ્કેરે છે. એટલે કે ડ્રગ્સ પણ એક મોટી સમસ્યા છે.

આ વર્ષે માર્ચમાં અનેક મણિપુરી સંગઠનોએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે 1951ને આધાર વર્ષ તરીકે લઈને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લાગુ કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

આ સંસ્થાઓ દાવો કરે છે કે, મણિપુરના પહાડી વિસ્તારો (કુકી સમુદાયના વિસ્તારો)માં 24.5 ટકાના વૃદ્ધિ દરે વસ્તીમાં અચાનક વધારો થઈ રહ્યો છે. તો મણિપુરમાં NRC લાગુ કરો. કારણ કે, મણિપુર સરકારે આરક્ષિત જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર વસાહતોને હટાવવા માટે હકાલપટ્ટી અભિયાન શરૂ કર્યું હતું.

આ ઝુંબેશ મેઇતેઇ અને મુસ્લિમ લોકો સહિત તમામ વિસ્તારોમાં હતી, પરંતુ માત્ર કુકી સમુદાય જ તેનો વિરોધ કેમ કરી રહ્યો છે? 1970ના દાયકાથી મ્યાનમારથી ગેરકાયદેસર વસાહતીઓ મણિપુરમાં સ્થાયી થયા હોવાના આક્ષેપો થયા છે, પરંતુ હવે આથી NRCની માંગણી આંદોલન વધુ તીવ્ર બન્યું છે.

મણિપુર રાજ્ય મ્યાનમારના સાગાઈંગ અને ચીન પ્રદેશો સાથે 398 કિલોમીટરની સરહદ ધરાવે છે. બીજી તરફ, મણિપુરના પાંચ જિલ્લા ચંદેલ, ટેંગનોપલ, કામજોંગ, ઉખરુલ, ચર્ચંદપુર તમામ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે.

અહેવાલો અનુસાર, આ જિલ્લાઓમાં સૌથી વધુ હિંસા જોવા મળી છે. આવા સમયે, એવો આરોપ છે કે, આગ ભડકાવવામાં સરહદ પારથી સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે સરહદ પાર કુકી અને અન્ય સમુદાયોના ઘણા વિદ્રોહી સંગઠનોના કેમ્પ છે.

મેઇતેઈ સમુદાયના લોકો માને છે કે, કુકી મ્યાનમારથી આવેલા લોકોની આદિજાતિ છે. તેને મ્યાનમારમાં કુકી-ઝોમી જનજાતિ કહેવામાં આવે છે. એવો આરોપ છે કે, હજુ પણ મ્યાનમારથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ સતત કુકી ગામોમાં આવીને વસવાટ કરી રહ્યા છે અને તેઓ મણિપુરમાં જંગલની જમીન પર અતિક્રમણ કરી રહ્યા છે. કુકી લોકો એ ભારતના મિઝોરમ અને મણિપુરના દક્ષિણપૂર્વ ભાગમાં એક વંશીય જૂથ છે. તે ભારત અને મ્યાનમારની અંદરની ઘણી પહાડી જાતિઓમાંની એક છે.

કુકી લોકોની લગભગ પચાસ જાતિઓને ભારતમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તે ચોક્કસ કુકી સમુદાય તેમજ તેમના મૂળ પ્રદેશ દ્વારા બોલાતી બોલીને આધારે તેને કુકી કહેવામાં આવે છે. કુકી સમુદાયો પરના તેમના 1859ના લેખમાં, ડબલ્યુ.એમ. મેકકુલો અને આરબી પેમ્બર્ટને 1835માં પ્રકાશિત ઈસ્ટર્ન ફ્રન્ટિયર પરના તેમના અહેવાલમાં 19મી સદીની શરૂઆતમાં કુકી સમુદાયોના મણિપુરમાં મોટા પાયે સ્થળાંતરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X