For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સ્કૂલ-હૉસ્પિટલ બનાવી નહિ, હવે કરવા લાગ્યા છે કુકર્મ', બાળક ચોરીમાં મનીષ સોસોદિયાનો ભાજપ પર હુમલો

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિરોઝાબાદના ભાજપ કાઉન્સિલર વિનીતા અગ્રવાલ અને તેના પતિની મથુરામાંથી ચોરી કરાયેલ બાળક ખરીદવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ અંગે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમણે હુમલો કરીને કહ્યુ કે આ લોકો કયા-કયા કુકર્મોમાં શામેલ છે ગુંડાગીરી, દોસ્તવાદ, ઑપરેશન લોટસ, ખોખા-ખોખા અને હવે બાળક ચોરી...

sisodia

તેમણે પ્રશ્ન કરતા પૂછ્યુ કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તેમનુ નામ શાળા-હોસ્પિટલ બનાવવામાં આવ્યુ હોય, મોંઘવારી સામે લડવામાં, રોજગારી આપવા માટે આવ્યુ હોય? ના, આ બધામાં આ લોકોનુ નામ નથી આવતુ. તેમનુ નામ માત્ર કુકર્મોમાં જ આવે છે. તેમણે કહ્યુ કે ભાજપના લોકો બાળક ચોરી કરવાનુ પણ ના ચૂક્યા.

24 ઓગસ્ટે ચોર્યુ બાળક

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મથુરા જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પરથી 24 ઓગસ્ટની સવારે એક ચોર ત્યાં સૂતેલી મહિલાનુ બાળક ચોરી ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના કારણે પોલીસે બાઈક ચોરનારને પકડવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ફિરોઝાબાદમાં ભાજપ કાઉન્સિલરના ઘરેથી બાળક મળી આવ્યુ હતુ.

ભાજપ નેતાના ઘરેથી બાળક મળ્યુ

વાસ્તવમાં ચોર મથુરાથી બાળક ચોરી કરીને ફિરોઝાબાદ લઈ ગયો હતો. આ બાળક ફિરોઝાબાદમાં એક કાઉન્સિલરના ઘરેથી મળી આવ્યુ હતુ. પોલીસે મહિલા કાઉન્સિલર અને તેના પતિને કસ્ટડીમાં લીધા હતા. વળી, ચોર પણ ઝડપાઈ ગયો હતો. બાળક મળી આવ્યા બાદ યુપી પોલીસે મીડિયાને માહિતી આપી હતી.

English summary
Manish Sisodia hit bjp on theft child recovered firozabad councillor doing very bad work
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X