મોદીની ABCDમાં મનીષ તિવારીએ ઉમેર્યાં F અને G!

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : રાજસ્થાનમાં એક સભા દરમિયા ભાષણમાં કોંગ્રેસને નિશાના પર લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ABCDનો સહારો લીધો હતો. હવે કોંગ્રેસ તરફથી તેમને જવાબ આપવા માટે પાર્ટી નેતા મનીષ તિવારીએ પણ તેમાં F અને G ઉમેરી દીધા છે.

કોંગ્રેસ તરફથી મોદીના પ્રહારોનો જવાબ આપતા પાર્ટી નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે મોદી માટે Fનો અર્થ થાય છે ફેક એન્કાઉન્ટર અને Gનો અર્થ થાય છે જિનોસાઇડ એટલે કે નરસંહાર.

manish tewari
અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે યુપીએ સરકારની ABCD માં Aનો અર્થ આદર્શ સ્કેમ, Bનો અર્થ બોફોર્સ કાંડ અને Cનો અર્થ કોમનવેલ્થ સ્કેમ અને Dનો એટલે દામાદનો કારોબાર એવો થાય છે. તેમણે જણાવ્યું હતું કે દેશે જો કરપ્શનમાંથી મુક્તિ મેળવવી હોય તો કોંગ્રેસમાંથી મુક્તિ મેળવવી પડશે.

આ ઉપરાંત આજે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પણ ભ્રષ્ટાચારની 'એબીસીડી' તૈયાર કરવા સંબંધી મોદીના નિવેદન પર ટિપ્પણી કરતા જણાવ્યું કે ભ્રષ્ટાચારની વાત કરનારાઓ શું જાણતા નથી કે આજે પણ ગુજરાતમાં ભ્રષ્ટાચારની સામે ફરિયાદ કરવી મુશ્કેલ છે. અત્રે વર્ષ 2002થી લોકાયુક્તની નિયુક્તિ નથી થઇ.

તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતના મંત્રિમંડળના મંત્રી બાબુભાઇને આજ દિન સુધી બહાર કરવામાં આવ્યા નથી. કૈગે ગુજરાત પ્રાંતમાં હજારો કરોડ રૂપિયાની અનિયમિતતાઓ પર આપત્તિ જતાવી છે. પ્રદેશ સરકાર પ્રદેશ સરકાર દેનો જવાબ નથી આપી રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X