For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી વિશે આપેલા પોતાના ‘નીચ' નિવેદનને મણિશંકર અય્યરે ગણાવ્યુ યોગ્ય

લોકસભા ચૂંટણીના પરિણામોની તારીખ નજીક આવતા સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પીએમ મોદી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પરિણામોની તારીખ નજીક આવતા સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પીએમ મોદી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. અય્યરે કહ્યુ કે મે એ માહિતી મેળવી છે કે પીએમ મોદી છેવટે કેમ જવાહરલાલ નહેરુથી કેમ આટલા નારાજ રહે છે. પંડિત નહેરુ પાસે કેમ્બ્રીજ યુનિવર્સિટીની નેચરલ સાયન્સમાં ડિગ્રી હતી અને આ જ કારણ હતુ કે તેમણે દેશને અંધવિશ્વાસથી બહાર કાઢવાની કોશિશ કરી. પરંતુ સંઘી ઉડનખટોલા પર વિશ્વાસ કરે છે અને તેમને લાગે છે કે એફ-16નો શોધ હિંદુએ કરી હતી, માત્ર એફ-16 નહિ પરંતુ પ્લાસ્ટિક સર્જરીની શોધ પણ હિંદુઓએ કરી હતી. ભગવાન ગણેશનુ માથુ કાપીને હાથીનું માથુ લગાવવામાં આવ્યુ હતુ કે જે પ્લાસ્ટિક સર્જરીનું ઉદાહરણ હતુ. ધ પ્રિન્ટ પર લખેલા પોતાના લેખમાં પીએમ મોદી પર અય્યરે જોરદાર હુમલો કર્યો.

Manishankar Aiyyar

અંધવિશ્વાસને આપ્યુ પ્રોત્સાહન

મણિશંકર અય્યરે કહ્યુ કે ઉડન ખટોલા અને ભગવાન ગણેશની પ્લાસ્ટિક સર્જરીનું ઉદાહરણ કોઈ બીજુ નહિ પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોઢામાંથી આવ્યુ. પીએમના આ નિવેદનને તેમનાથી વધુ ભણેલી સાથીએ સમર્થન કર્યુ જેમનો દાવો હતો કે તેમણે દિલ્લી યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી છે જ્યારે હકીકત એ છે કે તે ગુજરાતી વ્યંજન ઢોકળાની વૈજ્ઞાનિક વિધિ પણ નથી બતાવી શકતા. અય્યરનો આ ઈશારો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફ હતો.

કેમ ખોટુ બોલે છે

અય્યરે કહ્યુ કે કોઈ પોતાના અભ્યાસ બાબતે કેમ જૂઠ્ઠુ બોલે છે. જો પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની વાત કરીએ તો તેમની પાસે યુનિવર્સિટીની ડિગ્રી હતી અને તે દેશના સારા પ્રધાનમંત્રી હતા. પરંતુ આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ વિસ્ટન ચર્ચિલ એવુ ઉદાહરણ છે જે ક્યારેય યુનિવર્સિટી નથી ગયા પરંતુ રાજકારણના શિખર પર પહોંચ્યા, એવામાં શૈક્ષણિક યોગ્યતા નેતા બનવા માટે મહત્વની નથી પરંતુ આ વિશે જૂઠ બોલવુ તમારુ માનસિક દેવાળિયાપણુ દર્શાવે છે. ઑપરેશન બાલાકોટ વિશે પીએમ મોદીએ જે રીતે નિવેદન આપ્યુ હતુ કે વાદળના કારણે પાકના રડાર અમારા એરક્રાફ્ટને જોઈ ન શક્યા. આના પર નિશાન સાધતા અય્યરે કહ્યુ કે આ અમારા જવાનોનું અપમાન છે, એર સ્ટાફના ચીફનું અપમાન છે. શું પીએમ મોદીએ આ વિશે એરફોર્સના અધિકારીઓ સાથે વાત કરી હતી.

પોતાના નિવેદનને ગણાવ્યુ યોગ્ય

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે છેવટે આ બધાની પરવા કોણ કરે છે. અય્યરે કહ્યુ કે પીએમ મોદી કોઈ પણ સ્થિતિમાં 23મેના રોજ સત્તામાંથી બહાર થશે. દેશના આવા પ્રધાનમંત્રી જે કંઈ પણ બોલે છે, તેના માટે આ જ સૌથી યોગ્ય જવાબ હશે. તમને યાદ હશે મે 7 ડિસેમ્બર 2017ના રોજ એક નિવેદન આપ્યુ હતુ શું તે ભવિષ્યસૂચક નહોતુ. તમને જણાવી દઈએ કે અય્યરે પીએમ મોદીને નીચ કહ્યા હતા ત્યારબાદ તેમના નિવેદન માટે ઘણો વિવાદ થયો હતો. જો કે વિવાદ વધ્યા બાદ તેમણે પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી.

આ પણ વાંચોઃ પત્ની સાથે કર્યો 'બાઝીગર'ના ગીત પર ડાંસ, વીડિયો એવો કે હસવાનું રોકી નહિ શકોઆ પણ વાંચોઃ પત્ની સાથે કર્યો 'બાઝીગર'ના ગીત પર ડાંસ, વીડિયો એવો કે હસવાનું રોકી નહિ શકો

English summary
Manishankar Aiyyar hits on PM Modi says he will be out of power on 23 may.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X