For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મન કી બાત'માં PM: ભારતની વિવિધતાના દર્શન કરે યુવા

24 સપ્ટેમ્બર, 2017ને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશને 36મી વાર સંબોધન

By Shachi
|
Google Oneindia Gujarati News

24 સપ્ટેમ્બરને રવિવારને રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મન કી બાત' કાર્યક્રમની 36મી આવૃત્તિમાં દેશવાસીઓનું સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીના આ માસિક રેડિયો કાર્યક્રમને પણ 3 વર્ષ પૂર્ણ થયા છે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પ્રસારિત થાય છે. પીએમની ઓફિસના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા યૂટ્યુબની ચેનલ પર પણ આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.

pm modi mann ki baat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

  • એક માણસ તરીકે અનેક વાતો મારા મનને સ્પર્શી જાય છે. થોડા દિવસો પહેલાં જ આપણે મહિલા શક્તિનું અનોખું ઉદાહરણ જોયું. લે.સ્વાતિ અને નિધિના રૂપમાં ભારતીય સેનાને બે વીરાંગનાઓ મળી છે. પોતાના શહીદ પતિનું સપનું પૂરું કરવા માટે તેમણે ખૂબ મહેનત કરી.
  • 'વિવિધતામાં એક્તા' માત્ર એક નારો નથી, આપણો અપાર-શક્તિનો ભંડાર છે, તેનો અનુભવ કરો. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું આમાં છુપાયેલું છે.
  • ક્યારેક ચિતા થાય છે કે, આપણા દેસને તો આપણે જોતા જ નથી. દેશની વિવિધતાઓને આપણે જાણતા-સમજતા નથી. બહારની ઝાકઝમાળથી આકર્ષાઇને વિદેશોમાં પ્રવાસ કરીએ છીએ, દુનિયા ભરમાં ફરો પરંતુ સાથે પોતાના ઘરને(દેશને) પણ જુઓ.
  • તમારી દેશની યાત્રાના અનુભવો અમને મોકલો. તમારા રાજ્યના 7 ઉત્તમ પર્યટન સ્થળ કયા હોઇ શકે? ત્યાં તમે જાઓ અને એની જાણકારી ભારત સરકારને મોકલો. તમારા દ્વારા પસંદ કરાયેલા સ્થળોનો સરકાર સ્વીકાર કરશે.
  • વિવિધતામાં એક્તા, ભારતની વિશેષતા. જે વિવિધતાનું ગૌરવ આપણે લઇએ છીએ, તેના પ્રત્યક્ષ દર્શન કરવાની હું દેશવાસીઓને વિનંતી કરું છું. ખાસ કરીને યુવા પેઢીને કહેવા માંગુ છું કે તેઓ દેશના વિવિધ પ્રદેશોનું ભ્રમણ કરી દેશ અંગે વધુ જાણકારી મેળવે.
  • વ્યક્તિત્વના વિકાસ માટે પણ આપણા દેશની વિવિધતા એક બહુ મોટી પાઠશાળાનું કામ કરે છે.
  • ભારતને, તેના વિવિધ જનોની વિવિધતાઓને પોતાનામાં આત્મસાત કરો. આ અનુભવોથી તમારું જીવન સમૃદ્ધ બનશે.
  • ટૂરિઝમમાં વેલ્યુ એડિશન ત્યાર જ થશે, જ્યારે આપણે એક દર્શક તરીકે નહીં, પરંતુ એક વિદ્યાર્થી તરીકે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આનાથી તમારા વિચારધારાનો પણ વિસ્તાર થશે. અનુભવથી મોટો શિક્ષક કોણ હોઇ શકે?
  • સરદાર પટેલે સંપૂર્ણ દેશને એક કર્યો હતો. આપણે પણ એક્તાના આ મંત્રને આગળ વધારવો જોઇએ. 31 ઓક્ટોબરના રોજ રન ફોર યુનિટિનો કાર્યક્રમ સંપૂર્ણ દેશમાં હોવો જોઇએ.
  • ગાંધીજી, શાસ્ત્રીજી, જય પ્રકાશજી, નાનાજી દેશમુખ, દીનદયાળજી; આ સૌમાં એક વાત કોમન હતી. દેશ માટે જીવવું અને દેશ માટે જ કંઇ ને કંઇ કર્યા કરવું. તેમણે માત્ર આનો ઉપદેશ નથી આપ્યો, પરંતુ પોતાના જીવન દ્વારા તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  • ઓક્ટોબર એ મહાપુરુષોને યાદ કરવાનો માસ છે. નાનાજી દેશમુખે ગામડાઓના વિકાસ પાછળ પોતાનું જીવન ખર્ચી કાઢ્યું.
  • 'સંકલ્પ એ જ સિદ્ધિ' એ સૂત્ર સ્વચ્છતા અભિયાન થકી સિદ્ધ થઇ છે. આજે દરેક વ્યક્તિ આ અભિયાનને સ્વાકારી તેને સહોગ કરે છે અને પોતાના તરફથી યોગદાન કરે છે.
  • આ અભિયાનને સફળ બનાવવામાં મીડિયાનો ફાળો મહત્વપૂર્ણ છે. તેમના પ્રયત્નો દ્વારા એક હકારાત્મક પરિવર્તન આવ્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા, તેમણે 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન શું છે એનો પ્રચાર કર્યો છે.
  • શ્રીનગરના બિલાલ દરે દાલ લેકમાંથી 12 હજાર કિગ્રાથી પણ વધુ કચરો સાફ કર્યો હતો. 18 વર્ષના બિલાલને શ્રીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સ્વચ્છતાને આટલું બળ પૂરું પાડવા માટે હું શ્રીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનને અભિનંદન પાઠવું છું.
  • 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનને મળેલ સહકારથી હું ખૂબ ખુશ છું, લોકો ઉત્સાહભેર સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. સાર્વજનિક સ્થળે ગંદકી કરવાનો લોકો વિરોધ કરે છે.
  • ખાદી ક્ષેત્રના અભિયાનને પણ આપણે એટલો જ સહકાર આપીએ. ખાદી ખરીદી ગરીબોના ઘરમાં દીવાળીનો દીવો સજાવીએ. આપણા દેશના ગરીબોને આ કાર્યથી તાકાત મળશે. આ ગાંધી જયંતિ પર આપણે ખાદી ખરીદી ખાદીના અભિયાનમાં પોતાનું યોગદાન આપીએ.
  • ખાધી એક વસ્ત્ર નહીં, વિચાર છે, હું કોઇને ખાદીધારી બનવા નથી કહી રહ્યો. આપણે અનેક પ્રકારના વસ્ત્રો ખરીદીએ છીએ, તો એક ખાદીનું પણ ખરીદીએ. આજે યુવા પેઢીમાં ખાદીનું આકર્ષણ વધ્યું છે, ખાદીનું વેચાણ વધ્યું છે અને ગરીબોને રોજગાર મળ્યો છે. કાશ્મીરના પંપોરમાં બંધ પડેલ ખાદી પ્રશિક્ષણ કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવ્યું.
  • સેલફી વિથ ડોટર અને ખાદી અભિયાનના પ્રચાર દ્વારા મન કી બાત કાર્યક્રમની અસર અને પ્રભાવની ખબર પડે છે. મેં જ્યારે યાત્રા પર જનારા લોકોને કહ્યું કે, તે જ્યાં પણ જાય ત્યાંની અતુલ્ય ભારતની તસવીરો મોકલે, ત્યારે લોકોએ લાખોની સંખ્યામાં તસવીરો મોકલી હતી.
  • હું તો મહિનામાં એકવાર તમારો અડધો કલાક લઉં છું, પરંતુ તમે તો 30 દિવસ પોતાની વાચે મારા સુધી પહોંચાડો છો. આના પરિણામે સરકારમાં પણ સંવેદનશીલતા વધી છે.
  • 'મન કી બાત'ની આ ત્રણ વર્ષની યાત્રા દેશવાસીઓની ભાવનાઓ અને તેમની અનુભૂતિની એક યાત્રા છે. આ કાર્યક્રમ દેશવાસીઓના મન સાથે જોડાયેલો છે, તેમની આશા અપેક્ષા સાથે જોડાયેલો છે.
  • 'મન કી બાત'માં મેં હંમેશા આચાર્ય વિનોબા ભાવેની એ વાત યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે, તેઓ કહેતા, 'અ-સરકારી, અસરકારી'. 'મન કી બાત' દ્વારા મેં દેશની જનતાને કેન્દ્રમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે.
  • આ મારા મનની વાત નથી, દેશવાસીઓના મનની વાત છે. 'મન કી બાત'નો આ 36મો એપિસોડ છે અને આ સાથે જ આ કાર્યક્રમના 3 વર્ષ પૂર્ણ થયા છે.
English summary
Prime Minister Narendra Modi will address the nation through the 36th edition of ‘Mann Ki Baat' programme on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X