For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ઇતિહાસમાં વધુ એક પાનું જોડાયું, મિત્રો નરેન્દ્ર-બરાકે કરી 'મનની વાત'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સંયુક્ત રીતે આકાશવાણી પર 'મનની વાત' થકી દેશને સંબોધી રહ્યા છે. આજે ભારતના ઇતિહાસમાં એક પાનું વધું જોડાઇ ગયું, જ્યારે ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિએ એક સાથે રેડીયો પર દેશના લોકોને સંબોધ્યા અને તેમના સવાલોના મુક્તપણે જવાબ આપ્યા.

mann ki baat

મનની વાતના અંશો

  • બરાકનો અર્થ થાય છે જેને આશિર્વાદ પ્રાપ્ત છે તે વ્યક્તિ
  • ઓબાના મુખેથી પણ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ સાંભળવા મળે છે
  • મારી પુત્રીઓને પણ ભારત આવવું હતું પરંતુ તેમની પરિક્ષા હોવાના કારણે તેઓ આવી શક્યા નહીં.
  • હવે પછી જ્યારે પણ મારે ભારત આવવાનું થશે તો ચોક્કસ તેમને સાથે લઇને આવીશ.
  • મોદીએ એક સવાલના જવાબમાં જણાવ્યું કે મે ક્યારેય ન્હોતું વિચાર્યું કે મારે વ્હાઇટ હાઉસ જવાનું થશે.
  • મને જ્યારે બરાકે વિવેકાનંદનું પુસ્તક આપ્યું ત્યારે હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.
  • તેમણે એવું કહીને પુસ્તક આપ્યું હતું કે આપના પ્રેરણાસ્ત્રોત વિવેકાનંદ જ્યાં શિકાગો આવ્યા હતા ત્યાંથી હું આવું છું.
  • એક સવાલના જવાબમાં ઓબામાએ જણાવ્યું કે મોદીજી મેં પણ આપની જેમ વ્હાઇટ હાઉસમાં રહેવાનું ન્હોતું વિચાર્યું.
  • આપણે બંને સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ.
  • મોદીએ જણાવ્યું કે ક્યારેય કંઇ બનવાના સપના નહીં જોવા, માત્ર કંઇ કરવાનું વિચારવાનું. કંઇ કરતા રહેશો તો આપને નવું કરવાની પ્રેરણા મળશે.
  • ઓબામાએ જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશોના સમાજ ખૂબ જ ખુલ્લા વિચારના છે.
  • મને ભારત અને અમેરિકા પર વિશ્વાસ છે.
  • મોદીએ જણાવ્યું કે આજના યુવાનોની જે શક્તિ છે તે બહુઉપયોગી છે, યુવાનોએ તેનો સાચી દિશામાં ઉપયોગ કરવો જોઇએ.
  • ઓબામા અને મોદીના મનની વાતના કાર્યક્રમમાં જે કંઇપણ બોલાયું તેની પુસ્તિકા છપાશે.
  • આપ પણ #yeswecan પર આપના મંતવ્ય આપી શકો છો. સારા વિચારોને આ પુસ્તકમાં સ્થાન આપવામાં આવશે.

બરાક-ઓબામાના મનની વાત લાઇવ પ્રસારણનો રેકોર્ડેડ વીડિયો આપ અત્રે સાંભળી શકો છો....

English summary
Mann Ki Baat with Prime Minister Narendra Modi and US President Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X