ગોવાઃ ચોથીવાર CM બનનાર મનોહર પર્રિકરની રાજકારણીય સફર

Written By:
Subscribe to Oneindia News

ગોવા ના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર મનોહર પર્રિકર ની નિમણૂક થઇ છે. મંગળવારે સાંજે તેમણે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. મનોહર પર્રિકર આ પહેલાં રક્ષા મંત્રીના પદે બિરાજમાન હતા. આઇઆઇટી માંથી સ્નાતકની પદવી મેળવનાર મનોહર પર્રિકરને રાજકારણ ના સફર પર એક નજર નાંખીએ.

ગોવાના મુખ્યમંત્રી

ગોવાના મુખ્યમંત્રી

મનોહર પર્રિકર ભાજપના મુખ્ય નેતાઓમાંના એક છે. 24 ઓક્ટોબોર, 2000માં તેઓ પહેલીવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ 5 જૂન, 2002માં બીજી વાર તેઓ મુખ્યમંત્રી નિમાયા. તેઓ ગોવાના ગૃહ, કર્મચારી, સામાન્ય વહીવટ અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2005માં તેઓ વિપક્ષ નેતા રહ્યાં અને 2007માં ફરીથી ગોવાના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા.

આઇ.આઇ.ટી. મુંબઇથી સ્નાતક

આઇ.આઇ.ટી. મુંબઇથી સ્નાતક

મનોહર પર્રિકર વર્ષ 1978માં આઇ.આઇ.ટી મુંબઇથી સ્નાતકની પરીક્ષામાં ઉત્તીણ થયા હતા, તેઓ ભારતના કોઇ પણ રાજ્યના પહેલા એવા મુખ્યમંત્રી છે, જે આઇઆઇટી ગ્રેજ્યૂએટ હોય. વર્ષ 2001માં તેમના આઇઆઇટી મુંબઇ દ્વારા વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉપાધિ પણ આપવામાં આવી હતી.

ગોવાના મુખ્યમંત્રી બનનાર ભાજપના પહેલા નેતા

ગોવાના મુખ્યમંત્રી બનનાર ભાજપના પહેલા નેતા

તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ગોવાના મુખ્યમંત્રી બનવાવાળા પહેલા નેતા છે. વર્ષ 1994માં તેમને ગોવાના દ્વિતીય વિધાન માટે ચૂંટવામાં આવ્યા હતા. જૂન 1999થી નવેમ્બર 1999 સુધી તેઓ વિરોધી પાર્ટીના નેતા રહ્યાં.

24 ઓક્ટોબર, 2000

24 ઓક્ટોબર, 2000

24 ઓક્ટોબર, 2000 ના રોજ તેઓ ગોવાના મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમની સરકાર 27 ફેબ્રુઆરી 2002 સુધી જ ચાલી. જૂન 2002માં તેઓ ફરીથી સભાના સભ્ય બન્યા તથા 5 જૂન, 2002ના રોજ પુનઃ ગોવાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.

21 ધારાસભ્યોના સમર્થનનો દાવો

21 ધારાસભ્યોના સમર્થનનો દાવો

મનોહર પર્રિકરે 40 બેઠકવાળી વિધઆનસભામાં 21 સભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 13 બેઠકો પર જ જીત મળી છે, ગોવા ફૉરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના 3-3 સભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ બે અપક્ષ ધારાસભ્યો પણ ભાજપના સમર્થનમાં છે.

English summary
BJP leader Manohar Parrikar, sworn in as Chief Minister of Goa at Raj Bhavan on Tuesday evening. Read here is his profile.
Please Wait while comments are loading...