For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકારણથી દૂર, જાણો શું કરે છે મનોહર પરિકરવા બંને પુત્રો?

મુખ્યમંત્રી બનેલા પરિકરે જો કે પોતાના પુત્રોને રાજકારણમાં આવવા ન દીધા.

|
Google Oneindia Gujarati News

પોતાની સાદગી અને ઈમાનદારી માટે જાણીતા ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનું રવિવારે નિધન થઈ ગયુ. પેન્ક્રિઆટીક કેન્સર સામે ઝઝૂમી રહેલા ગોવાના 63 વર્ષના સીએમ પરિકર સામાન્ય જનતા વચ્ચે ખૂબ લોકપ્રિય હતા. પોતાની સૂઝબુઝ અને નેતૃત્વ ક્ષમતાના દમ પર તેમણે ગોવા જેવા બહુમતી ઈસાઈ વસ્તીવાળા રાજ્યમાં ભાજપને મજબૂતી આપી. ચાર વાર મુખ્યમંત્રી બનેલા પરિકરે જો કે પોતાના પુત્રોને રાજકારણમાં આવવા ન દીધા. તેમના બે પુત્રો છે - અભિજીત અને ઉત્પલ.

રાજકારણથી દૂર છે મનોહરના બંને પુત્રો

રાજકારણથી દૂર છે મનોહરના બંને પુત્રો

મનોહર પરિકરના પુત્ર અભિજીત બિઝનેસમેન છે. વર્ષ 2013માં તેમના લગ્ન તેમની દોસ્ત સાથે થયા હતા. તેમના પત્ની ફાર્માસિસ્ટ છે. જ્યારે ઉત્પલ યુએસની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના સ્નાતક છે. ઉત્પલ અને ઉમા સરદેસાઈએ લવ મેરેજ કર્યા હતા. ઉત્પલના પત્ની ઉમાએ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમના પુત્રનું નામ ધ્રુવ છે. રાજકારણમાં આવવાના સવાલ પર ઉત્પલે કહ્યુ હતુ, ‘આને ખાનદાની વારસો સમજીને મેળવી નથી શકાતો. રાજકીય પદ ખૂબ મહેનતથી મળે છે.'

અભિજીત બિઝનેસમેન અને ઉત્પલ એન્જિનિયર છે

અભિજીત બિઝનેસમેન અને ઉત્પલ એન્જિનિયર છે

મળતી માહિતી મુજબ મનોહર પરિકર પોતાની પાછળ 6.29 કરોડની સંપત્તિ છોડી ગયા છે. કહેવાય છે કે તેમના પર 40 લાખ રૂપિયાનું દેવુ પણ હતુ. તેમની પાસે કોઈ ખેતીલાયક જમીન નહોતી જ્યારે 6.36 લાખની જ્વેલરી હતી. 2.31 કરોડ રૂપિયાની 925 વર્ગફૂટની પૈતૃક બિન ખેતીલાયક ભૂમિ સોનારભાટ સોક્કરોમાં છે. તેમણે 51 લાખનો વીમો કરાવ્યો હતો. પોરોવોરિમમાં એક કરોડ રૂપિયાની કિંમતનો એક ફ્લેટ પણ છે. આ માહિતી વર્ષ 2017માં મનોહર પરિકર દ્વારા ચૂંટણી કમિશનને આપેલ સંપત્તિના વિવરણના આધાર પર છે.

IIT મુંબઈથી મેટલર્જીક એન્જિનિયરીંગમાં સ્નાતક હતા મનોહર પરિકર

IIT મુંબઈથી મેટલર્જીક એન્જિનિયરીંગમાં સ્નાતક હતા મનોહર પરિકર

મનોહર પરિકરને ભાજપ જ નહિ બીજા પક્ષોના નેતા પણ પસંદ કરતા હતા અને આ જ કારણ હતુ કે વર્ષ 2017માં જરૂરી સંખ્યા બળ ન હોવા પર પણ બીજા દળોએ મનોહર પરિકરને સીએમ બનાવવાની શરતે ભાજપને સમર્થન આપ્યુ હતુ. IIT મુંબઈથી મેટલર્જીક એન્જિનિયરીંગમાં સ્નાતક મનોહર પરિકર પોતાની સાદગી અને સરળ જીવન શૈલીના કારણે લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય હતા.

English summary
manohar parrikar's son abhijit and utpal not in politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X