For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ હાલતમાં મનોહર પરિકર પાસે કામ કરાવવુ અમાનવીયઃ અબ્દુલ્લા

લાંબા સમયથી ગંભીર રીતે બિમાર ગોવાના સીએમ મનોહર પરિકરના એક પુલના નીરિક્ષણના ફોટા પર ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે માનવતા બતાવો અને તેમને બિમારીમાંથી બહાર આવવા દો.

|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી ગંભીર રીતે બિમાર ગોવાના સીએમ મનોહર પરિકરના એક પુલના નીરિક્ષણના ફોટા પર ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે માનવતા બતાવો અને તેમને બિમારીમાંથી બહાર આવવા દો. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ નાકમાં નળી લગાવેલ અને સહારાથી ઉભેલા પરિકના પુલ નીચે પરીક્ષણનો ફોટો ટ્વીટ કરતા આ વાત કહી છે.

આ પણ વાંચોઃ 84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષીઆ પણ વાંચોઃ 84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષી

તેમની પાસે કામ કરાવવુ માનવતા નથી

તેમની પાસે કામ કરાવવુ માનવતા નથી

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ સોમવારે ટ્વિટ કરીને કહ્યુ, તેમના નાકમાં ટ્યુબ પડી છે. આ કેટલુ અમાનવીય છે કે આ હાલતમાં પણ તેમના પર કામ કરવા અને ફોટો પડાવવાનું દબાણ કરવામાં આવી રહ્યુ છે. તેમને કોઈ દબાણ અને તમાશા વિના પોતાની બિમારી સામે લડવા અને તેમાંથી બહાર કેમ નથી આવવા દેતા.

રવિવારે સામે આવ્યો હતો ફોટો

રવિવારે સામે આવ્યો હતો ફોટો

ગોવાના સીએમ પરિકરના રવિવારે અમુક ફોટા સામે આવ્યા હતા જેમાં તે પણજીમાં મનડોવી નદી પર એક નિર્માણાધીન પુલનું નીરિક્ષણ કરતા જોવા મળી રહ્યા હતા. ફોટામાં એ પણ દેખાઈ રહ્યુ હતુ તે પેનક્રિઆટીક બિમારીથી પીડિત પરિકરના નાકમાં એક નળી લાગેલી છે અને તેમની પાછળ એક વ્યક્તિ તેમને ટેકો આપીને ઉભો છે. પરિકરના આ ફોટા પર અમુક લોકોએ તેમની પ્રશંસા કરી તો અમુક તેમને ફોટો પડાવવા માટે મજબૂર કરવા પર ભાજપ હાઈકમાન્ડ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ઘણા સમયથી બિમાર છે પરિકર

ઘણા સમયથી બિમાર છે પરિકર

63 વર્ષના પરિકર લાંબા સમયથી ગંભીર રીતે બિમાર છે. તેમનો લાંબા સમયથી દિલ્લીની એઈમ્સમાં ઈલાજ ચાલી રહ્યો હતો. તે ગોવાથી પાછા આવ્યા બાદ 14 ઓક્ટોબરના રોજ સાર્વજનિક રીતે દેખાયા હતા. પરિકરનો 14 ઓક્ટોબરથી ઘરે જ ઈલાજ ચાલી રહ્યો છે. બિમારીના કારણે તેઓ કામ કરી શકતા નથી. એક વાર તો ખૂબ જ નબળા થઈ ગયેલા પરિકરના મોતની અફવાઓ પણ ઉડી ચૂકી છે.

English summary
Manohar Parrikar should be allowed to deal with illness says Omar Abdullah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X