For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં દાગી ઉમેદવારોની ભરમાર, 59માંથી 33 સીટ પર 'રેડ અલર્ટ'

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં દાગી ઉમેદવારોની ભરમાર, 59માંથી 33 સીટ પર 'રેડ અલર્ટ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીનો અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન 19મી મેના રોજ થનાર છે, અંતિમ તબક્કામાં દરેક પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે એડી-ચોટીનું જોર લગાવી દીધું છે, આ વચ્ચે એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સે પોતાની એક રિપોર્ટ જાહેર કરી છે, જેમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે 59 સીટમાંથી 33 સીટને રેડ અલર્ટ સીટ ઘોષિત કરી દેવામાં આવી છે.

33 સીટ પર રેડ અલર્ટ

33 સીટ પર રેડ અલર્ટ

આ 33 સીટ એવી છે, જ્યાં ત્રણ કે ત્રણથી વધુ ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલ છે જેમાં બિહારના કારાકાટમાં 9, બક્સરમાં 8 અને નાલંદા તથા જહાનાબાદમાં 6-6- દાગી ઉમેદવાર છે તો પંજાબના લુધિયાણા અને યૂપીની વારાણસીમાં પાંચ-પાંચ દાગી ઉમેદવારો છે.

અપરાધિક મામલા

અપરાધિક મામલા

સાતમાં તબક્કામાં કુલ 909 ઉમેદવારોમાંથી 170 ઉમેદવારો વિરુદ્ધ અપરાધિક મામલા ઘોષિત કરવામાં આવ્યા છે, જ્યારે 127 ઉમેદવારો વિરુદ્ધ અતિ ગંભીર અપરાધિક મામલા ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપના 43માંથી 18 ઉમેદવારો પર ગુના દાખલ છે. કોંગ્રેસના 45માંથી 14 ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલ છે. બસપાના 39માંથી 6 ઉમેદવારો પર, આમ આદમી પાર્ટીા 14માંથી 3 અને 313 અપક્ષ ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલા છે.

સૌથી વધુ અપરાધિક મામલાની યાદી

સૌથી વધુ અપરાધિક મામલાની યાદી

પશ્ચિમ બંગાળની બરાસત સીટ પર ભાજપના ઓલી મોહમ્મદ મલિક વિરુદ્ધ આઈપીસીની કલમ 323 અંતર્ગત 32 કેસ નોંધવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની વારાણસી સીટ પરથી અપક્ષ ઉમેદવાર અતીક અહમદ પર આઈપીસીની કલમ 239 અંતર્ગત 59 કેસ નોંધાયેલ છે, જ્યારે બિહારની બક્સર સીટ પર જનતાંત્રિક વિકાસ પાર્ટીના ઉમેદવાર અનિલ કુમાર પર આઈપીસીની કલમ 104 અંતર્ગત 22 કેસ દાખલ છે.

જ્યારે મોદી-મોદીના નારા લગાવતા લોકોને જોઈ ગાડીમાંથી ઉતરી ગયાં પ્રિયંકા ગાંધી જ્યારે મોદી-મોદીના નારા લગાવતા લોકોને જોઈ ગાડીમાંથી ઉતરી ગયાં પ્રિયંકા ગાંધી

English summary
many criminals are contesting lok sabha elections in 7th phase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X