દિવાળી પહેલા ભગવંત માન સરકારની મોટી ગિફ્ટ, કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા
પંજાબની ભગવંત માનની સરકારે દિવાળી પહેલા મોટી ભેટો આપી છે. ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી મહત્વની કેબિનેટ બેઠકમાં શહીદોના પરિવારો, યુદ્ધમાં ઘાયલ સૈનિકો, અર્ધલશ્કરી દળના જવાનો, વેપારીઓ અને વૃદ્ધોના સંબંધમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.
પંજાબ સરકારના મંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી તીર્થયાત્રા શરૂ કરવામાં આવી છે. સરકાર વૃદ્ધોને નાંદેડ સાહિબ, વારાણસી, તલવંડી સાબો, જ્વાલાજી, નૈના દેવી, ચિંતપૂર્ણીની મફત મુસાફરી કરાવશે.

આ માટે 40 કરોડ રૂપિયાનું ફંડ રખાયુ છે. રાજ્ય સરકાર વૃદ્ધોને વિશેષ ટ્રેન અને વોલ્વો બસ દ્વારા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપશે. આ યોજના 27 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વના અવસરે શરૂ કરાશે.
આ સાથે શહીદોની વિધવાઓના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા દર વર્ષે 10 હજાર રૂપિયા પેન્શન મળતું હતું પરંતુ હવે તેને વધારીને 20 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તે જ સમયે સરકારે અર્ધલશ્કરી દળોમાં અપંગ લોકોને વધારાની ગ્રાન્ટની રકમ આપવાનો નિર્ણય કર્યો છે.
યુદ્ધ દરમિયાન 70-100 ટકા વિકલાંગ બનેલા સૈનિકોને સરકારે 20 લાખને બદલે 40 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 51-75 ટકા વિકલાંગોને 10 રૂપિયાના બદલે 20 લાખ રૂપિયા આપવામાં આવશે. 25-50 ટકા વિકલાંગતા ધરાવતા લોકોને 5-10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
આ સાથે પંજાબ સરકારે વેપારીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી પડતર OTS યોજના મંજૂર કરવામાં આવી છે. તેનાથી વેપારીઓને ઘણો ફાયદો થશે.












Click it and Unblock the Notifications
