મોદી અને નીતિશ પટનામાં એક જ મંચ પર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી અને નીતિશ પટનામાં એક જ મંચ પર

મોદી અને નીતિશ પટનામાં એક જ મંચ પર

બિહારની ધરતી પર પટના હાઇકોર્ટના શતાબ્દી કાર્યક્રમમાં એક જ મંચ પર જોવા મળ્યા રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બિહાર ચૂંટણી બાદ બીજી વાર મળતા આ બે પાજનેતાઓ મંચ પર ખુશમિજાજ મૂડમાં દેખાતા હતા.

પટના હાઇકોર્ટમાં પીએમ મોદીના કાર્યક્રમના 25 પાસ ગાયબ

પટના હાઇકોર્ટમાં પીએમ મોદીના કાર્યક્રમના 25 પાસ ગાયબ

પટના હાઇકોર્ટમાં આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમના 25 પાસ ગાયબ થતા સુરક્ષા એજન્સીઓમાં હડબડી મચી ગઇ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના હાઇકોર્ટના 100 વર્ષ પૂર્ણ થવાની શતાબ્દીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના હતા. જે પાસ ગાયબ થયા છે તે એડવોકેટ એસો.કે સદસ્યો માટે બનાવવામાં આવ્યા હતા.

લડ્ડાકમાં ધૂસ્યા ચીની સૈનિકો, ભારતીય જવાનોએ ખદેડ્યા

લડ્ડાકમાં ધૂસ્યા ચીની સૈનિકો, ભારતીય જવાનોએ ખદેડ્યા

મંગળવારે ચીની સેના પીપુલ્સ લિબરેશન આર્મીના 11 જવાનોની ટુકડી લડ્ડાકના પૈગાંગ તળાવ પાસે 6 કિલોમીટર અંદર સુધી ધૂસી આવી હતી. પણ સીમા પર હાજર જવાનોએ સામ સામે ઊભા રહી જતા તેમણે પાછે પાની કરી હતી.

હાર્દિક પછી લાલજીનું પણ સરકારને ફરમાન

હાર્દિક પછી લાલજીનું પણ સરકારને ફરમાન

હાર્દિક પટેલે જ્યાં 27 મુદ્દા સમાધાન માટે મુક્યા છે ત્યાં જ શુક્રવારે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ 29 માંગણીઓનું આવેદનપત્ર સીએમને સોપ્યું છે. એસપીજી પણ સરકારને એક મહિનામાં આ તમામ માંગણીઓ પૂર્ણ કરવાનું કહ્યું છે. જો કે બીજી તરફ રાજ્યના પ્રધાન નિતીન પટેલ પણ થોડા દિવસમાં પાટીદાર આંદોલન આટોપાઇ જશે તેવી વાત જણાવી છે.

હેમા ઉપાધ્યાય કેસમાં પતિ સામે કોર્ટમાં દાખલ કરાઇ ચાર્જશીટ

હેમા ઉપાધ્યાય કેસમાં પતિ સામે કોર્ટમાં દાખલ કરાઇ ચાર્જશીટ

મુંબઇના જાણીતા હેમા ઉપાધ્યાય કેસમાં શુક્રવારે પોલિસે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાર્જશીટ ફાઇલ કરી છે. પોલિસે આ ચાર્જશીટમાં હેમા અને તેના વકીલ હરીશ બાંભાણીની હત્યાના કેસમાં હેમાના પતિ ચિતન ઉપાધ્યાય અને અન્ય ચારને હત્યાના આરોપી ગણાવ્યા છે. ચાર્જશીટમાં હેમાને ભરણપોષણ આપવા અને સંપત્તિના ઝધડાના મામલે હેમાની હત્યા કરી હોવાનું પોલિસે જણાવ્યું છે.

કડીના ભાંગકાંડમાં પોલિસે પૂજારી કરી ધરપકડ

કડીના ભાંગકાંડમાં પોલિસે પૂજારી કરી ધરપકડ

કડી પાસે આવેલા બુડાસણમાં શિવરાત્રી નિમિત્તે ભાંગ પીને આખા ગામ તબિયત લથડતા તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ કેસમાં અત્યાર સુધી 4 વ્યક્તિઓની મોત થઇ છે અને લગભગ 100 જેટલા દર્દીઓને આ ઝેરી ભાંગની અસર થઇ છે. ત્યારે પોલિસે આ ભાંગ બનાવનાર પૂજારી સામે માનવવધનો કેસ દાખલ કરી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પૂજારાએ ભાંગમાં ધુતારો ભેળવ્યો હોવાની વાત સ્વીકારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X