For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dysp આપી સફાઇ હાર્દિક, પોતે ચંપલ મૂકી જતો રહ્યો!

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદમાં ઝવેરીઓ બાદ કાપડ ઉદ્યોગ પણ ઉતર્યો વિરોધમાં

અમદાવાદમાં ઝવેરીઓ બાદ કાપડ ઉદ્યોગ પણ ઉતર્યો વિરોધમાં

એક્સાઇઝના વિરોધમાં પાછલા કેટલાય દિવસથી દુકાનો બંધ કરીને બેઠેલા ઝવેરીઓનો હાથ હવે કાપડ ઉદ્યોગે પણ પકડ્યો છે. અમદાવાદમાં ધી કાંટા વિસ્તારના વેપારીઓ પણ ઝવેરીઓ સાથે જોડાયા છે. અને મોર્કેટ પણ બંધ રાખવામાં આવી છે. નોંધનીય છે કે એક્સાઇઝના વિરોધમાં છેલ્લા 12 દિવસથી ઝવેરીઓ બંધ પાળીને બેઠા છે.

દેશમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પડ્યો વરસાદ

દેશમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પડ્યો વરસાદ

ઉત્તર ભારતમાં કાળજાળ ગરમીમાં વરસાદને લોકોનો મિજાજ બદલ્યો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં જ ઉત્તરાખંડ, બદ્રીનાથ, અને કેદારનાથમાં હિમવર્ષા થઇ છે. જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષા બાદ બર્ફિલા તોફાનની શક્યતા વધી છે. જેના કારણે કેટલાક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

Dysp આપી સફાઇ હાર્દિક, પોતે ચંપલ મૂકી જતો રહ્યો!

Dysp આપી સફાઇ હાર્દિક, પોતે ચંપલ મૂકી જતો રહ્યો!

એક બાજુ જ્યાં હાર્દિક પટેલે તેની જામીન અરજીની સુનવણી વખતે કોર્ટમાં જણાવ્યું કે જેલમાં તેને કાગળ પેન કે પહેરવા ચંપલ જેવી સામાન્ય સગવડો પણ નથી અપાતી ત્યાં જ જેલના અધિકારીઓ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે હાર્દિક પટેલ આ પહેલા પણ મોબાઇલ ચાર્જર, ફોન જેવી વસ્તુઓ સાથે મળ્યો હતો. અને જ્યારે તેની સધન તપાસ કરવામાં આવી ત્યારે તે પોતે જ તેના ચંપલ છોડીને ચાલ્યો ગયો હતો. નોંધનીય છે કે કોર્ટમાં જામીન અરજી સુનવણી વખતે પણ હાર્દિકના પગમાં ચંપલ નહતા. અને કોર્ટે પણ આ અંગે જેલ તંત્ર જોડેથી જવાબ માંગ્યો છે.

સાધ્વી પ્રાચીની વાતે પટેલોએ કરી લાલ આંખ તો કોંગ્રેસે ઉડાવી ઠેકડી

સાધ્વી પ્રાચીની વાતે પટેલોએ કરી લાલ આંખ તો કોંગ્રેસે ઉડાવી ઠેકડી

ભાજપના સાધ્વી પ્રાચીએ હાલમાં જ હાર્દિક પટેલ, કનૈયા અને કેજરીવાલને એક જ ગેંગના સભ્યો ગણાવી ફાંસીની સજાની માંગણી કરી હતી. તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ પાટીદાર સમાજે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે હાર્દિક સમાજ કલ્યાણનું કામ કરી રહ્યો છે તે કોઇ દેશદ્રોહી નથી. વધુમાં પાટીદાર સમાજે આ અંગે સાધ્વી પ્રાચીને માફી માંગવાનું કહ્યું છે. ત્યાં જ બીજી તરફ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાધેલાએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે ભાજપના નેતાઓને ફાંસીની વાતો કરવી ખૂબ ગમે છે બની શકે કે લોકો જ તેમને ફાંસીએ ચડાવી દે!

બ્રિટિશ નાગરિકતાના સવાલ પર રાહુલે કહ્યું જલ્દી આપશે જવાબ

બ્રિટિશ નાગરિકતાના સવાલ પર રાહુલે કહ્યું જલ્દી આપશે જવાબ

રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા મામલે સંસદની એથિક્સ કમેટીએ જ્યાં તેમની પાસે કારણ બતાવ નોટિસ માંગ્યું છે ત્યાં જ સંસદની બહાર રાહુલને આ અંગે પૂછતા તેમણે કહ્યું છે કે તે આ અંગે જલ્દી જ જવાબ આપશે. નોંધનીય છે કે આજે રાહુલની બ્રિટિશ નાગરિકતા અંગે સંસદમાં પણ હોબાળો થયો હતો.

આઝાદના નિવેદન અંગે રાજ્યસભામાં હંગામો

આઝાદના નિવેદન અંગે રાજ્યસભામાં હંગામો

ISIS સાથે RSSની તુલના કરનાર કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદના નિવેદનને લઇને આજે રાજ્યસભામાં ભારે હંગામો થયો. જ્યાં આઝાદે આ વાતને ખોટી રીતે રજૂ કરાઇ અને તેનો અયોગ્ય મતલબ નીકાળ્યો હોવાની વાત કરી ત્યાં જ ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આવી વાતો તે સાફ કરે છે કે કોંગ્રેસ આતંકી સંગઠનના સર્મથનમાં છે.

ભારત પરત ફરવા ઇચ્છું પણ આ યોગ્ય સમય નથી: માલ્યા

ભારત પરત ફરવા ઇચ્છું પણ આ યોગ્ય સમય નથી: માલ્યા

દેશની નામી બેંકોથી 9000 કરોડનું દેવું લઇને વિદેશ જઇ ચૂકેલા કિંગફિશરના ભૂતપૂર્વ માલિક વિજય માલિયાએ યુકે ડેલીને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે "હું મનથી ભારતીય છું અને પાછો પરત ફરવા ઇચ્છું છું. પણ આ પાછો ફરવાનો યોગ્ય સમય નથી."

ભારે વરસાદના કારણે વૈષ્ણવ દેવીની પવિત્ર ગુફાનો માર્ગ પડી ભાંગ્યો

ભારે વરસાદના કારણે વૈષ્ણવ દેવીની પવિત્ર ગુફાનો માર્ગ પડી ભાંગ્યો

સોમવારે જમ્મુ કાશ્મીરમાં આવેલા પ્રસિદ્ધ વૈષ્ણવ દેવીના મંદિરનો રસ્તો ભારે વરસાદના કારણે પડી ભાંગ્યો. આ રસ્તા દ્વારા પવિત્ર ગુફામાં અંદર જવાતું હતું. જો કે હવે આખો રસ્તો ખીણમાં ધસી જતા દર્શનાર્થીઓને રોકવામાં આવ્યા છે.

જ્યારે હેમા માલિની બની યશોદા માતા

જ્યારે હેમા માલિની બની યશોદા માતા

મથુરામાં આયોજીત કરવામાં આવેલા વૃંદાવન સમારંભમાં આ શહેરની સાંસદ અને બોલીવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની યશોદા બની એક નૃત્ય નાટિકા દ્વારા બ્રિઝની સંસ્કૃતિ અને મહત્વતાને રજૂ કરી. ત્યારે યશોદાના સુંદર રૂપમાં નટખટ કનૈયાની જોડે લાડ લડાવતી હેમા માલિનીને જોવી ત્યાં હાજર તમામ દર્શકો માટે એક લાહવા સમાન હતો.

English summary
Bullet news of March 14. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X