• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શશી થરૂરે કન્હૈયાને કહ્યું આજનો ભગત સિંહ

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાષ્ટ્રપતિ:યુવાનોએ ભારતની સમસ્યાઓનો રચનાત્મક ઉકેલ શોધે

રાષ્ટ્રપતિ:યુવાનોએ ભારતની સમસ્યાઓનો રચનાત્મક ઉકેલ શોધે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે યુવાનાને અપીલ કરી છે તે રાષ્ટ્રની સમસ્યાનો રચનાત્મક ઉકેલ શોધે. તેમણે કહ્યું કે સમગ્ર વિકાસના લક્ષ્યને મેળવવા માટે યુવાનોની સામાજિક અને આર્થિક ભાગીદારી મહત્વપૂર્ણ છે. તેમણે આવું રાષ્ટ્રપતિ ભવનમાં ચાલી રહેલા એક યુવાનોના કાર્યક્રમમાં કહ્યું હતું.

શશી થરૂરે કન્હૈયાને કહ્યું આજનો ભગત સિંહ

શશી થરૂરે કન્હૈયાને કહ્યું આજનો ભગત સિંહ

જેએનયૂ વિવાદમાં હવે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વિરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ છલાંગ લગાવી છે. થરૂરે વિદ્યાર્થી સંધના નેતા કન્હૈયા કુમારને આજનો ભગત સિંહ કહ્યો છે. ટ્વિટ કરીને થરૂરે કહ્યું કે આજે કન્હૈયા જેવા લોકોની દેશને જરૂર છે. ભાજપ તે નક્કી ના કરી શકે કે ભારત માતાની જય ના બોલનાર રાષ્ટ્રવાદી છે કે નહીં. કે તેમને તેમના દેશની પ્રેમ છે કે નહીં! ભારત માતાની જય બોલવા મામલે કોઇના પર પણ દબાવ નાખવો યોગ્ય નથી.

આંબેડકર રાષ્ટ્રીય સ્મારકને 60 વર્ષ સુધી રાહ જોવી પડી-મોદી

આંબેડકર રાષ્ટ્રીય સ્મારકને 60 વર્ષ સુધી રાહ જોવી પડી-મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર નેશનલ મેમોરિયલનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે મોદીએ વિજ્ઞાન ભવનમાં સંબોધન પણ કર્યું હતું. મોદીએ કહ્યું કે આંબેડકર રાષ્ટ્રીય સ્મારકને 60 વર્ષ સુધી રાહ જોવી પડી. મોદીએ કહ્યું કે આબંડકરને સીમાઓમાં ના બાંધવા જોઇએ તેમણે દરેક પીડિત માટે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે તે આંબેડકરના સપનાઓને સાકાર કરવાનો બનતો પ્રયાસ કરશે.

સુરતમાં અપહ્યત યુવાનના ભાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં ઝીલાઈ

સુરતમાં અપહ્યત યુવાનના ભાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં ઝીલાઈ

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક યુવાનનું ગઈકાલે એક D N પાસિંગવાળી સફેદ રંગની હોન્ડા સીટી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહણકારો હજીરા વિસ્તારના ઇચ્છાપોરામા પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા ત્યારે તકનો લાભ લઇ યુવક પરાણે બહાર આવની ગયો હતો તેના વસ્ત્રો ફાટેલા હતા અને હાથે દોરડા વીંટાળેલા હતા.આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં ઝીલાઈ ગઈ હતી. આ ઘટના ક્રમ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ પળભર તો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. અપહ્યત યુવકે ત્યાર બાદ જાતે જ ઇચ્છાપુર પોલીસ મથકે પહોંચીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ કિશોરનું મોત, આત્મહત્યા કે હત્યા, ઘૂટાતું રહસ્ય

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ કિશોરનું મોત, આત્મહત્યા કે હત્યા, ઘૂટાતું રહસ્ય

અમદાવાદના શાહીબાગ ડફનાળા વિસ્તાર પાસે નવા બનેલા રિવરફ્રન્ટમાંથી એક કિશોરની લાશ મળી આવી હતી. તેના પોકેટમાઁથી મળી આવેલા આઇકાર્ડને આધારે તેની શાળા અને પરિવારની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે રાજ ગોવિંદ નામનો કિશોર દસમા ધોરણનો વિદ્યાર્થી હતો અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તે 17 માર્ચના રોજ ગુમ થઈ ગયો હતો. પોલીસ તેના પરિવારની પૂછપરછ બાદ કિશોરની હત્યા થઇ છે કે તેણે આત્મહત્યા કરી છે તે પર રહસ્ય ધૂંટાયું છે.

મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી દસ લાખની લૂંટ

મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી દસ લાખની લૂંટ

મોરબી નેશનલ હાઈવે પર આવેલી જે. પી. આંગડીયા પેઢીના બે કર્મચારીથી રોકડા 10 લાખની રકમ લૂંટવામાં આવતા પોલિસ ફરિયાદ થઇ હતી. આંગડીયા પેઢીમાં નોકરી કરતા બીપીનભાઈ સનાળિયા અને ભરતભાઈ માનવારીયા આંગડીયા પેઢીની ઓફીસ બંધ કરીને જતા હતા તે દરમિયાન ઓફીસની બહાર નીકળતા ત્યારે ત્રણ અજાણ્યા બુકાનીધારીઓ બંને ઉપર મરચાની ભૂકી નાંખીને ધારદાર હથિયાર વડે હુમલો કરીને દશ લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. ઘટનાની જાણ થતા ડી. વાય. એસ. પી. સહીત નો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

પાણીના મુદ્દે લાતૂરમાં 144 લાગુ

પાણીના મુદ્દે લાતૂરમાં 144 લાગુ

મહારાષ્ટ્રના અનેક ભાગોમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં પાણીના કારણે રમખાણો ફાટી નીકળ્યાં છે. લાતૂર જિલ્લામાં 31મી મે સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. વધુમાં કલેક્ટર પાંડુરંગ પોલે નગરપાલિકાના 20 મોટા ટેંકરો પાસે આ પ્રતિબંધ લગાવી દીધો છે.

જ્યારે પૂર્વ સૈનિક જ પરિવાર માટે બન્યો જાની દુશ્મન

જ્યારે પૂર્વ સૈનિક જ પરિવાર માટે બન્યો જાની દુશ્મન

ચોટીલાના હીરાસર ગામે પૂર્વ સીઆરપીએફ જવાને પરિજનોને ગોળી મારી દીધી. આ ઘટનાના પગલે પુત્ર, પુત્રી અને પત્નીનું મોત થયું છે. હત્યા બાદ પૂર્વ જવાને કુહાડાનો ઘા ઝીંકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ જવાનને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે હત્યાનું મુખ્ય કારણ શું હતું તે જાણવા પોલિસે તપાસ હાથ ધરી છે.

બોયફ્રેન્ડે વીડિયો લીક કરવાની ધમકી આપી તો કિશોરીએ કર્યો આપઘાત

બોયફ્રેન્ડે વીડિયો લીક કરવાની ધમકી આપી તો કિશોરીએ કર્યો આપઘાત

મૈસુર રોડ પાસે આવેલા જગજીવન નગરની એક કિશોરીએ અગ્નીસ્નાન કરી લીધું. કારણ કે કિશોરીના બૉયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી બંનેનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેના પગલે પોલીસે પ્રવીણ નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુંબઇઃ દેવનાર કચરાના ડુંગરોમાં ફરી આગ લાગી

મુંબઇઃ દેવનાર કચરાના ડુંગરોમાં ફરી આગ લાગી

મુંબઇના પૂર્વી વિસ્તાર દેવનાર સ્થિત કચરો એકઠો કરવામાં આવે છે.

આ કચરાના ડુંગરોમાં ફરી એક વખત આગ લાગી હોવાનું નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું.

માફિયા અને સ્થાનિક બીએમસીના અધિકારીઓ મળી કચરામાં પણ સ્કેમ કરતા હોવાનું જણાઇ રહ્યું છે.

સુરતની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સુરતની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલ કાપડ યાર્ન બનાવતી ફેક્ટરીમાં ગત રાતે ભયાનક આગ લાગી હતી. ઉમા ફેબ્રીક્સ ફેકટરી અને કુડસદ રોડ પર આવેલી વેસ્ટેજ યાર્નનું ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું. ત્યારે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટને માનવામાં આવી રહ્યું છે.

માર્કેટમાં જોવા મળી રહ્યો છે ધૂળેટીનો માહોલ

માર્કેટમાં જોવા મળી રહ્યો છે ધૂળેટીનો માહોલ

હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ આડા રહ્યા છે. ગામડાઓ સહિત શહેરોમાં પણ હોળીની તૈયારીઓ ધામધૂમથી થઇ રહી છે. વળી 15 દિવસ પહેલાથી જ ધાણી ચણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ધૂળેટી નજીક આવતા રંગબેરંગી કલરથી માર્કેટ પણ રંગીલું બની ગયું છે.

ઉનામાં માનવરહિત ફાટક પાસે ટ્રેન અને ટ્રેક્ટરનો અકસ્માત

ઉનામાં માનવરહિત ફાટક પાસે ટ્રેન અને ટ્રેક્ટરનો અકસ્માત

ગતિશીલ ગુજરાત ગણાતા ગુજરાતમાં હજીય અસંખ્ય ફાટકો માનવરહિત છે ઉનાના દેલવાડા રોડ ઉપર આવેલી ફાટક પાસે સવારના સમયે ટ્રેકટર તથા ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ રાહતન શ્વાસ લીધો હતો. જો કે અકસ્માત બાદ આશરે અડધો ક્લાક ટ્રેન ઉભી રહી જતા મુસાફરોએ ગંતવ્ય સ્થઆને પહોંચવામાં મોડા પડ્યા હતા.

હોળીના તહેવાર અને સળંગ રજાઓને કારણે મુસાફોર માટે વધુ એસ.ટી.બસો દોડાવશે

હોળીના તહેવાર અને સળંગ રજાઓને કારણે મુસાફોર માટે વધુ એસ.ટી.બસો દોડાવશે

હોળી ધૂળેટીના તહેવારમાં રાજસ્થાન તથા મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદોને જોડતા ગામમાંથી આવતા લોકો પોતાના માદરે વતન જતા હોય છે. તેને કારણે પ્રવાસીઓની સંખ્યા વધતા એસ.ટી તંત્રએ વધુ બસો દોડાવાવનો નિર્ણય કર્યો છે ખાસ કરીને ગોધરા,ડુંગરપુર, દાહોદ વિસ્તાર તરફથી આતા લોકોનો ધસારો વધારે રહેતો હોય છે તેમજ આ વખતે આવતી સલંગ રજાઓને પગલે તંત્રએ પૂરતા પ્રમાણમાં અને મુસાફરોને સમયસર બસો મળી રહે તે માટે આવકાર્ય પગલું લીધું છે.

English summary
Bullet news of March 21. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more