લશ્કર પર નિશાના પર હતા બાળ ઠાકરે

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદ મનપાએ 6021 કર્મચારીઓને કર્યા કાયમી

અમદાવાદ મનપાએ 6021 કર્મચારીઓને કર્યા કાયમી

અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેંન્ડિંગ કમિટીએ હોસ્પિટલના વોર્ડબોય, સફાઈ કામદારો, મેલેરિયા મજૂર વગેરે સહિત કુલ 6021 કર્મચારીઓ કાયમી કરવાનો નિર્ણય કર્યો છે.તેઓને આગામી ચાર વર્ષના ગાળામાં 1300-1300ને ફુલટાઈમ કરીને બાદમાં તેમની હાજરીને ધ્યાનમાં રાખીને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. 1300 કામદારોને કાયમી કરવાનો ક્રમ 2020 સુધી ચાલશે અને ત્યારબાદ બાકી રહેલા તમામને 2021માં સમાવી લેવામાં આવશે. આ માટે કામદારને પહેલા વર્ષે 11 હજાર, બીજા વર્ષે 12 હજાર અને ત્રીજા વર્ષે 13 હજાર માસિક પગારની ચૂકવણી થશે.

મોડાસામાં કરવામાં આવી અશ્લીલ પોસ્ટરની હોળી

મોડાસામાં કરવામાં આવી અશ્લીલ પોસ્ટરની હોળી

મોડાસામાં નગરપાલિકા અને ગાયત્રી પરિવાર દ્રારા મોડાસા ચાર રસ્તા પાસે અશ્લીલ ફિલ્મો અને સીરીયલ પોસ્ટરોની હોળી કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું રાષ્ટ્ર તથા કોઈ પણ સંસ્કૃતિને લાંછન લગાડે તેવી ફિલ્મો અથવા તો પરિવાર સાથે બેસીને ન જોઈ શકાતી સિરિયલના પોસ્ટરનું હોળીમાં દહન કરવામાં આવ્યું હતું. જેને સૌ કોઈએ આવકાર્યું હતું.

બાળકો મન ભરીને માણી હોળી

બાળકો મન ભરીને માણી હોળી

રંગોત્સવની શરૂઆત ગુજરાતમાં ધામધૂમ સાથે થઈ ગઈ છે અમદાવાદમાં ટેણિયાઓએ સવાર થી જ મ્યુઝિકની સાથે બાળટોળી બનાવીને રંગે રમવાની તૈયારી કરી દીધી હતી. અને એકબીજાના મિત્રોને રંગવા નીકળી પડ્યા હતા. આ વખતે વિવિધ આકારની પિચકારીઓ જેવી કે છોટા ભીમ, પિકાચુ, ટ્વીટી, ડોરેમોન સાથે નીકળી પડ્યા હતા તો પાણી ભરેલા ફુગ્ગા અને રંગ ભરેલી ડોલો લઇને નીકળી પડ્યા હતા. જેમ જેમ રજાનો માહલ જામતો જતો હતો તેમ તેમ બાળકો સાથે યુવાનો પણ આ તહેવારની ઉજવણીમાં ભળ્યા હતા.

અમદાવાદમાં પહેલી વાર થઇ ટમેટો હોળી

અમદાવાદમાં પહેલી વાર થઇ ટમેટો હોળી

અમદાવાદમાં પહેલી વાર જોવા મળી સ્પેનિશ હોળી એટલે કે ટમેટાવાળી હોળી લા ટોમેટીનો નામના આ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 150 ટન જેવા ટમેટાની એક બીજા પર ફેંકવાની મઝા લોકોએ માણી હતી.

હૈદરાબાદમાં કન્હૈયા પર ફેંકવામાં આવ્યું ચંપલ

હૈદરાબાદમાં કન્હૈયા પર ફેંકવામાં આવ્યું ચંપલ

હૈદરાબાદ વિશ્વવિદ્યાલયમાં કન્હૈયા પર ચંપલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે કાર્યક્રમ દરમિયાન કન્હૈયા વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે ઉભો થયો ત્યારે એક વિદ્યાર્થીએ ભારત માતાની જય કહી કન્હૈયા પર ચંપલ ફેંક્યું હતું.

લશ્કર પર નિશાના પર હતા બાળ ઠાકરે

લશ્કર પર નિશાના પર હતા બાળ ઠાકરે

અમેરિકાની જેલમાં બંધ આતંકી ડેવિડ હેડલીએ ચોંકવનારા ખુલાસા કર્યા. મુંબઇ આંતકી હુમલાની સુનવણી વખતે ડેવિડ કહ્યું કે લશ્કર એ તૈયબા શિવસેનાના પૂર્વ પ્રમુખ બાળ ઠાકરેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે વિફળ થયા હતા. હેડલીએ કહ્યું કે જે માણસે ઠાકરેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે પોલિસની પકડથી તો બહાર નીકળી ગયો પણ તે બાદ જ્યારે ઠાકરે પણ હુમલા કરવાનો પ્રયાસ કર્યો તો તે બચી ગયા હતા. અને તે પછી તે વ્યક્તિને પોલિસે પકડી લીધો હતો. વધુમાં હેડલીએ કહ્યું કે તેણે આ માટે કરીને શિવસેના ભવનનું બે વાર નિરક્ષણ પણ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X