સુપ્રિમ કોર્ટ આકરા મૂડમાં, ઇટલી સરકાર અને રાજદૂતને ફટકારી નોટિસ

અત્રે ઉલ્લેખનીય છે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સાલ્વાતોરે ગિરોને અને મેસિમિલીઆનો લાતોરે નામના બે ઇટાલિયન નૌકાદળના સૈનિકોએ કેરેલાના બે માછીમારો પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ બંને મરીન્સ ભારતની ગિરફ્તમાં હતા, અને તેમની પર ભારતમાં કેસ પણ ચાલી રહ્યો છે.
ઇટલીમાં ચૂંટણીનો હવાલો આપી તેમને મતદાન કરાવવા માટે ઇટલી લઇ જવાની પરવાનગી ભારત સરકાર પાસે માંગી હતી, અને સુપ્રિમ કોર્ટે તેની પરવાનગી આપી હતી. પરંતુ હવે ઇટાલિયન સરકાર તેમને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી રહ્યું છે.
જોકે ઇટલી સરકારના આવા વિશ્વાસઘાતી વલણને પગલે સંસદમાં વિપક્ષી દળે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને તેમની પાસે જવાબ માગ્યા છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહે પણ જણાવ્યું હતું કે ઇટલી સરકારને આનું પરિણામ ભોગવવું પડશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગઇકાલે યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઇટાલીયન મરિન્સને પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલા લઇ રહી છે તે દેશની જનતાને જણાવે.












Click it and Unblock the Notifications
