મરીન કેસઃ NIAના અધિકાર પર ઇટલીએ ઉઠાવ્યા પ્રશ્નો

ઇટલી સરકાર તરફથી વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ પ્રધાન ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ કહ્યું કે એનઆઇએને તપાસ કરવાનો કોઇ અધિકાર નથી, કારણ કે નૌસૈનિકો પર લગાવવામાં આવેલો આરોપ એનઆઇએના કાયદાના દાયરામાં આવતા નથી. નોંધનીય છે કે, કેન્દ્રએ એનઆઇએને મામલાની તપાસ કરવા માટે કહ્યું છે.
તેમણે કહ્યું કે, એનઆઇએ માત્ર ત્યારે જ તપાસ કરી શકે છે જ્યારે 'અનલોફુલ એક્ટ્સ અગેંસ્ટ સેફ્ટી ઓફ મેરીટાઇમ નેવિગેશન એન્ડ ફિક્સ્ડ પ્લેટફોર્મ ઓન કોન્ટિનેન્ટલ શેલ્ફ એક્ટ, 2002' હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હોય.
તેમણે કહ્યું કે, ઉચ્ચતમ ન્યાયાલયના આદેશને પરિપ્રેક્ષ્યમાં એવું કરી શકાય તેમ નથી, જેમણે નૌસૈનિકો વિરુદ્ધ માત્ર ભારતીય દંડ સંહિતા, અપરાધ પ્રક્રિયા સંહિતા, સમુદ્રી ક્ષેત્ર કાયદો અને સંયુક્ત રાષ્ટ્ર સંધિ સંબંધી સમુદ્રી કાયદા હેઠળ અભિયોગ ચલાવવાનો આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
