For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગવત ફરી બોલ્યા, હવે પતિ-પત્નીના સંબંધો પર ઉઠાવ્યો સવાલ

By Super
|
Google Oneindia Gujarati News

mohan-bhagawat
નવી દિલ્હી, 6 જાન્યુઆરીઃ બળાત્કાર ભારતમાં ઓછા અને ઇન્ડિયામાં વઘારે થાય તેવુ વિવાદિત નિવેદન કર્યા ફછી ફરી એક વાર સંઘ પ્રમુખ મોહન ભાગવત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે મોહન ભાગવતે પતિ-પત્નીના સંબંધોને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના મતે પતિ-પત્ની વચ્ચે કોઇ સંબંધ નહીં પરંતુ એક કરાર હોય છે.

મોહન ભાગવતે ઉપસ્થિત મેદનીને સંબોધતા કહ્યું હતું કે, પતિ સાથે પત્નીનો એક કરાર હોય છે. જેને તમે લોકો વિવાહ સંસ્કાર તરીકે ઓળખતાં હશો. આ કરાર હેઠળ, જો પત્ની કરાર હેઠળ પોતાની શરતો પુરી નથી કરતી તો તેને છોડી દો, તેવી જ રીતે પતિ તેની શરતો પુરી નથી કરતો તો તેને પણ છોડી દો.

બીજી તરફ ભાગવતના નિવેદનને લઇને થઇ રહેલા બબાલ બાદ સંઘ ફરી તેમના બચાવમાં આવ્યું છે. સંઘના પ્રવક્તા રામ માઘવનું કહેવું છે કે ભાગવતના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. રામ માઘવે ટ્વિટર પર કહ્યું છે કે, જે પણ સંઘના પ્રમુખ દ્વારા કહેવામા આવ્યું છે, તેનો ઉંઘો અર્થ કાઢીને વિવાદ ખડો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી અને ઇન્ડિયામાં વધારે થાય છે. ભાગવતે બળાત્કાર માટે પશ્ચિમી સંસ્કૃતિને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે બળાત્કાર શહેરોમાં વધારે થઇ રહ્યાં છે કારણ કે ત્યાં લોકો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે.

મોહન ભાગવતના મતે, રેપ જેવી ઘટનાઓ 'ભારત'માં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ 'ઇન્ડિયા'માં વારંવાર થાય છે. તમે ગામડાં અને જંગલોમાં જાઓ ત્યાં સામુહિક બળાત્કાર કે પછી યૌન શોષણ નથી થતાં. આ સાથે જ ભાગવતે કહ્યું કે નવા કાયદા ઉપરાંત લોકોએ ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ તરફ જોવાની દૃષ્ટી બદલવા તરફ ધ્યાન આપવું જોઇએ. મોહન ભાગવતે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી છે.

English summary
RSS boss raised questions on the sanctity of the institution of marriage by saying that married women should limit themselves to household chores.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X