For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ, શ્રાઈન બોર્ડે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના કાર્યાલય અને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે પીડિત લોકોના પરિવારજનો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કટરાઃ માતા વૈષ્ણોદેવી મંદિરમાં નવા વર્ષની સવારે દર્શન દરમિયાન નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં અત્યાર સુધી 12 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. વળી, આ દૂર્ઘટનામાં લગભગ 13 શ્રદ્દાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલિસના ડીજીપી દિલબાગ સિંહની માનીએ તો આ દૂર્ઘટના સવારે 2.45 વાગે થઈ. વળી, હવે આ દૂર્ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના કાર્યાલય અને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે પીડિત લોકોના પરિવારજનો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે.

Mata Vaishno Devi Shrine

એલજી કાર્યાલયે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના બે હેલ્પલાઈન નંબર શેર કર્યા છે. જેમાં 01991-234804, 01991-234053 શામેલ છે. આ ઉપરાંત શ્રાઈન બોર્ડ તરફથી બીજા પણ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં -પીસીઆર કટરાઃ (01991232010/ 9419145182), પીસીઆર રિયાસીઃ (0199145076/ 9622856295) અને ડીસી કાર્યાલ રિયાસી નિયંત્રણ કક્ષઃ (01991245763/ 9419839557)નંબરો શામેલ છે. આ હેલ્પલાઈન નંબરોની મદદથી પરિવારજોને કે સંબંધીઓ દૂર્ઘટનાનો શિકાર બનેલા પોતાના લોકો વિશે માહિતી મેળવી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર મુજબ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા માહિતી આપીને જણાવવામાં આવ્યુ છે કે શનિવાર(01 જાન્યુઆરી, 2022) સવારે 2.15 વાગે ગેટ નંબર એક પાસે નાસભાગ મચી ગઈ. માતા વૈષ્ણોદેવી ભવનમાં શ્રાઈન બોર્ડના અધિકારીઓ, જિલ્લા પ્રશાસન અને પોલિસ દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત અભિયાન શરુ કરવામાં આવ્યુ પરંતુ આ દૂર્ઘટનામાં 12 તીર્થયાત્રીઓના જીવ જતા રહ્યા અને 15 તીર્થયાત્રીઓ ઘાયલ થઈ ગયા.

વળી, હવે કેન્દ્ર સરકારે મુખ્ય ગૃહ સચિવ, એડીજીપી જમ્મુ ઝોન અને વિભાગીય કમિશ્નર જમ્મુની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ દ્વારા ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ દૂર્ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને વૈષ્ણોદેવી ભવનમાં મચેલી નાસભગામાં જીવ ગુમાવનારના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહતકશમાંથી 2-2 લાખ રૂપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત પીએમ ફંડમાંથી ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

English summary
Mata Vaishno Devi Shrine stampede: Shrine board established a dedicated helpline numbers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X