• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓ સામે નોંધાયો આર્મ્સ એકટ હેઠળ ગુનો

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડસ્ટ સ્ટ્રોમ, અમરેલીમાં કરા પડયા

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડસ્ટ સ્ટ્રોમ, અમરેલીમાં કરા પડયા

ગઇ કાલથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે સવારથી વાતાવરણમાં ઘૂળની ડમરીને કારણે ધુમ્મસભર્યું બની ગયુ હતું. સવારના 9 વાગ્યે પણ ઓછી વિઝિબલિટી હોવાથી એસ.જી હાઇવે ઉપર તેમજ કેટલાક રસ્તાઓ ઉપર વાહન ચાલકોએ વાહનોની લાઇટ ચાલુ કરી દીધી હતી. તેમજ ધૂળવાળી હવા શ્વાસમાં જતા મોટા ભાગના લોકો તકલીફ અનુભવી રહ્યા હતા. હવામાન ખાતાએ જણાવ્યું હતુ કે રાજસ્થાનથી પવન ગુજરાત તરફ હોવાથી હાલ આ ડસ્ટ સ્ટ્રોમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

ક્યાંક ડસ્ટ સ્ટ્રોમ તો ક્યાંક વરસાદ

ક્યાંક ડસ્ટ સ્ટ્રોમ તો ક્યાંક વરસાદ

વધુમાં હવામાન ખાતા જણાવ્યું કે પવનોની દિશા જોતા આ ડસ્ટ સ્ટ્રોમને પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ કહીં શકાય છે. વડોદરા સહિત ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં છેલ્લાં બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે અમરેલીના વાતાવરણમાં ગત સાંજે પલ્ટો જોવા મળ્યો હતો અને અમરેલીના લીલીયાના ક્રાકચમાં ભારે પવન સાથે અને કરા સાથે વરસાદ પડ્યો હતો.

કનક સિંગતેલના માલિકે નાણાભીડને લીધે કર્યો આપઘાત

કનક સિંગતેલના માલિકે નાણાભીડને લીધે કર્યો આપઘાત

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલી રચના સોસાયટીમાં 5 નંબરના બંગલામાં રહેતા ભાવેશ પટેલે જેઓ કનક સિંગતેલના માલિક છે તેમણે બે સ્યૂસાઇડ નોટ લખીને ઓઢવની પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેમાં એક ચિઠ્ટી પત્નીને ઉદ્દેશીને લખી હતી જેમા લખ્યુ હતું કે તેઓ પત્ની શીતલને ખૂબ પ્રેમ કરે છે પરંતુ કેટલાક લોકોએ પૈસા પાછા ન આપતા નાણાભીડને કારણે આ પગલું ભરી રહ્યા છે. ભાવેશના પરિવારમાં પત્ની શીતલ, 14 વર્ષની દીકરી હેમાદ્રી અને પાંચ વર્ષના દીકરા હર્મેશનો સમાવેશ થાય છે.

સુરતમાં સેલ્ફી લઇને પ્રેમી પંખીડાએ તાપીમાં પડતું મૂક્યું

સુરતમાં સેલ્ફી લઇને પ્રેમી પંખીડાએ તાપીમાં પડતું મૂક્યું

કરજણના પ્રેમી પંખીડાઓએ તાપી નદીમાં પડતું મૂક્યું હતું. મોતની છલાંગ લગાવનાર પ્રેમી યુગલમાંથી સ્થાનિક તરૈવયાની મદદથી યુવાન રીઝવાન શાહનો મુતદેહ શોધી કાઢ્યો હતો. રીઝવાન શાહ પ્રેમિકા અફરોઝ મકસુદભાઈ ચૌહાણ સાથે નીકળ્યો હતો. બન્ને પ્રેમી પંખીડાઓેએ કામરેજ તાલુકામાંથી પસાર થતી તાપી નદી પરના ખોલવડ-આંબોલી વચ્ચેના પુલ છલાંગ લગાવી હતી. જોકે પડતું મૂકાત પહેલા બંને જણાએ લીબું શરબત પીધું હતું તેમજ રીઝવાને પોતાના ઘરે આત્મહત્યા કરતો હોવાનો ફોન પણ કર્યો હતો. આ માહિતી રીઝવાનના મિત્રોએ પોલીસને આપી હતી.

લાલજી પટેલને પોલિસે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યો

લાલજી પટેલને પોલિસે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યો

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને બુધવારે મહેસાણાની કોર્ટમાં પોલિસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે લાલજીને પાંચ દિવસ રિમાન્ડ પર મોકલી દીધા છે. વળી પોલિસે લાલજી પટેલ સામેની એફઆઇઆરમાં તેમને આ તોફાનોના મુખ્ય આરોપી ગણાવ્યા હતા.

પાણીના અભાવે યુવકે કેરોસીન છાંટી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પાણીના અભાવે યુવકે કેરોસીન છાંટી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સંજેલી તાલુકાના થાળા ગામમાં રહેતા નાનસીંગભાઇ ભગોરાએ પાણીની મુશ્કેલીથી ત્રસ્ત થઈ શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રય્તન કરતા તેમને ગોધરાની ગર્વમેન્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નાનસિંગ ભાઇના જણાવ્યા મુજબતેઓએ સરપંચ પાસે તેમના ઘર પાસેથી પસાર થતી પાઇપ લાઇનમાંથી પીવાના પાણીની સગવડ આપવા માંગ કરી હતી તેમ છતાં કોઇ વ્યવસ્થા ન કરાતા પાણીની સમસ્યાથી ત્રસ્ત નાનસીંગભાઇ આ પગલું ભર્યું હતું. અને પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ભૂરા મૂંજાના પરિવારની મહિલાઓ સામે નોંધાયો આર્મ્સ એકટ હેઠળ ગુનો

ભૂરા મૂંજાના પરિવારની મહિલાઓ સામે નોંધાયો આર્મ્સ એકટ હેઠળ ગુનો

કૂતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજા દ્વારા આયોજિત એક ભાગવત સપ્તાહમાં પરંપરાગત પહેરવેશમાં મહિલાઓએ બંધૂકથી ફાયરિંગ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેના પછી માધ્યમોમાં આ મહિલાઓની તસવીરો છપાઇ ગઇ હતી. આ મહિલાઓએ જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાથી ભૂરા મુંજા જાડેજા પરિવારની મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધયો છે, આ મહિલાઓએ પોતાના વજન જેટલું સોનું પહેરીને ચાર રસ્તે ફાયરિંગ કર્યું હતું. ઘટનાની ઘણી ટીકા પણ થઈ હતી

ચિરાગ પટેલે કહ્યું નથી જોઈતી ચૂંટણીલક્ષી લોલીપોપ

ચિરાગ પટેલે કહ્યું નથી જોઈતી ચૂંટણીલક્ષી લોલીપોપ

ચિરાગ પટેલ ગયા અઠવાડિયે જ રાજદ્રોહના કેસમાં જેલમાંથી છૂટ્યા છે. છેલ્લા છ મહિનાથી રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં બંધ ચિરાગ પટેલ હાલ શરતે જામીન બહાર આવ્યા છે. ચિરાગ પટેલે એક અગ્રણી ગુજરાતી દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આનંદીબેન પટેલની સરકારે પાટીદારો સહિતના સવર્ણોને આર્થિક પછાત વર્ગ ઈબીસીમાં ગણીને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે તે 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયેલી જાહેરાત છે પણ પાટીદારોને આ નવી લોલીપોપ નથી જોઈતી.

અમરેલીમાં જિનિંગ મિલના માલિક પર હુમલો કરી 20 લાખની લૂંટ

અમરેલીમાં જિનિંગ મિલના માલિક પર હુમલો કરી 20 લાખની લૂંટ

અમરેલીના બાબરામાં શિવ કોટક ઇન્ડસ્ટ્રીઝ નામની જીનના માલિક જગદીશ પટેલ ઉપર હુમલો કરીને 20 લાખ રૂપિયાની લૂંટ કરીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. જગદીશભાઈ SBI બેંકમાંથી 20 લાખ રૂપિયા ઉપાડીને પોતાના બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના માથા પર લોખંડની પાઇપ ફટકારી હતી 20 લાખનો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. જે બાદ જગદીશ પટેલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ગુનો નોંધીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે.

બહુચરાજીમાં બાઇક સવારને બચાવવા જતા રીક્ષા પલટી, એકનું મોત

બહુચરાજીમાં બાઇક સવારને બચાવવા જતા રીક્ષા પલટી, એકનું મોત

બહુચરાજી નજીકના ડઢાણા ગામ પાસે બાઇકચાલકને બચાવવા જતાં એક રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે 3 જણાને ઇજા થઇ હતી. રીક્ષા બહુચરાજી તરફ આવી રહેલીથી આવી રહી હતી. અને ડઢાણા અને ઝાંઝરવા ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે આ અકસ્માતના કારણે રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા ઝાડીઓ વચ્ચે ખાબકી હતી.

સોના પર લાગેલી એક ટકા એક્સાઇઝ ડ્યૂટીને પાછી નહીં લેવાય: જેટલી

સોના પર લાગેલી એક ટકા એક્સાઇઝ ડ્યૂટીને પાછી નહીં લેવાય: જેટલી

નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે લોકસભાને સંબોધિત કરતા તે વાત સાફ કરી દીધી હતી કે તે સોના પર લગાવામાં આવેલી એક ટકા એક્સાઇઝ ડ્યૂટીને પાછી નહીં લે. તેમણે કહ્યું કે અનેક જરૂરી વસ્તુઓ ટેક્સ આપવો પડે છે. તો પછી સોના જેવી લક્ઝરી આઇટમને ટેક્સના વિસ્તારમાંથી બહાર કેવી રીતે મૂકી શકાય. નોંધનીય છે કે આ એક્સાઇઝ ડ્યૂટીના કારણે સોનાના વેપારીઓએ 43 દિવસની હળતાલ કરી હતી.

હૈક થઇ IRCTCની વેબસાઇટ, ડેટા ચોરી થવાનો ડર

હૈક થઇ IRCTCની વેબસાઇટ, ડેટા ચોરી થવાનો ડર

આઇઆરસીટીસીની વેબસાઇટના હેક થયા પછી લગભગ 1 કરોડ ગ્રાહકોના ડેટા ચોરી થવાની શંકા લગાવવામાં આવે છે. વળી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું કે આ ડેટાનો દુરઉપયોગ પણ થઇ શકે છે. અને કોઇ પોતાના ખોટા દસ્તાવેજો પણ તૈયાર કરી શકે છે. ત્યારે હાલ તો આ મામલે મહારાષ્ટ્ર સરકારને એલર્ટ કરવામાં આવ્યું છે. અને સાઇબર સેલને પણ આ અંગે જાણ કરી તપાસ આગળ વધારવામાં આવી છે.

કિનન, રુબેનને મારનાર હત્યારોને મળી ઉમરકેદ

કિનન, રુબેનને મારનાર હત્યારોને મળી ઉમરકેદ

20 ઓક્ટોબર 2011ના રોજ રાતના મુંબઇના રેસ્ટોરન્ટની બહાર કીનન અને રુબેનની ધાતકી હત્યા કરનાર ચાર હત્યારાઓને કોર્ટે આજીવન જેલની સજા સંભળાવી છે. જીતેન્દ્ર રાણા, સુનીલ બોધ, સતીશ દલહઝ અને દિપક તિવલ નામના આ આરોપીઓને આ સજા સંભળાવવામાં આવી છે. કીનનની ગર્લફ્રેન્ડની સાથે જીતેન્દ્રએ છેડછાડ કરી હતી અને તેના કારણે જ બન્નેની વચ્ચે બોલાચાલી વધતા જીતેન્દ્ર અને તેના મિત્રોએ આ કદમ ઉઠાવ્યો હતો.

English summary
May 5: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more