For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીએ કહ્યુ - બસપા બાહુબલી અને માફિયાઓને નહિ આપે ટિકિટ, મુખ્તારની જગ્યાએ ભીમ રાજગરને ઉતારશે મેદાનમાં

યુપીના પૂર્વ સીએમ તેમજ બસપાના અધ્યક્ષ માયાવતીએ શુક્રવાર(10 સપ્ટેમ્બ) મોટી ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે બધી રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી તૈયારીઓ કરવામાં લાગી ગઈ છે. વળી, યુપીના પૂર્વ સીએમ તેમજ બસપાના અધ્યક્ષ માયાવતીએ શુક્રવાર(10 સપ્ટેમ્બ) મોટી ઘોષણા કરી છે. માયાવતીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'બસપા 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ બાહુબલી તેમજ માફિયાને ટિકિટ આપશે નહિ.' એટલુ જ નહિ તેમણે કહ્યુ, 'બસપાનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનુ રાજ સાથે યુપીની તસવીરને પણ બદલવાની છે.'

mayawati

બસપા અધ્યક્ષ માયાવતીએ શુક્રવારે એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા. માયાવતીએ ટ્વિટ કરીને લખ્યુ, 'બસપાનો આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રયત્ન રહેશે કે કોઈ પણ બાહુબલી તેમજ માફિયા વગેરેને પાર્ટીમાંથી ચૂંટણી ન લડાવવામાં આવે. આને જોતા આઝમગઢ મંડલની મઉ વિધાનસભા સીટમાંથી હવે મુખ્તાર અંસારી ચૂંટણી નહિ લડે, યુપીના બસપાના સ્ટેટ અધ્યક્ષ ભીમ રાજભરના નામને ફાઈનલ કરવામાં આવ્યુ છે.'

વળી, બીજા ટ્વિટમાં માયાવતીએ કહ્યુ કે જનતાની કસોટી તેમજ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના પ્રયાસો હેઠળ જ લેવામાં આવેલા આ નિર્ણયના ફળસ્વરૂપ પાર્ટી પ્રભારીઓને અપીલ છે કે તે પાર્ટી ઉમેદવારોની પસંદગી કરતી વખતે એ વાતનુ ધ્યાન રાખે જેથી સરકાર બનવા પર આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.
માયાવતીએ આગળ કહ્યુ કે બસપાનો સંકલ્પ 'કાયદા દ્વારા કાયદાનુ રાજ' સાથ જ યુપીની તસવીરને હવે બદલવાની છે જેથી રાજ્ય તેમજ દેશ જ નહિ પરંતુ બાળક પણ કહે કે સરકાર હોય તો બહેનજીની 'સર્વજન હિતાય તેમજ સર્વજન સુખાય' જેવી તથા બસપા જે કહે છે તે કરીને પણ બતાવે છે એ જ પાર્ટીની સાચી ઓળખ છે.

English summary
Mayawati: BSP will not give party ticket to mafia in the upcoming UP assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X