રિટેઇલમાં FDI: રાજ્યસભામાં સરકારના પક્ષમાં વોટ કરશે BSP

mayawati
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: રાજ્યસભામાં રિટેઇલમાં એફડીઆઇ પર થઇ રહેલી ચર્ચા બાદ થનારી વોટિંગમાં બીએસપી સરકારના પક્ષમાં મતદાન કરશે. આ પહેલા ગઇકાલે બીએસપીએ લોકસભામાંથી વોકઆઉટ કરીને સરકારની નાવ બચાવી લીધી હતી. રાજ્યસભામાં બીએસપીના 15 સાંસદ છે.

માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતી એફડીઆઇમાં એવી સુવિધા છે કે તે કોઇપણ રાજ્યમાં તેને થોપવામાં નહી આવે, માટે અમારી પાર્ટીએ એવો નિર્ણય કર્યો છે તે અમે આ મુદ્દે સરકારના પક્ષમાં મતદાન કરીશું.

આ પૂર્વ બીએસપીના નેતા પોતાના પત્તા સ્પષ્ટ કર્યા નહોતા કે તે સરકાર વિરુદ્ધ જશે કે પછી પક્ષમાં રહેશે, 44 સભ્યોવાળા આ સદનમાં સરકારને પોતાના પક્ષમાં 123 વોટની જરૂર હશે. સદનમાં હાલ કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષના 89 સભ્યો છે. ઉપરાંત આરજેડી અને એલજેપીનું પણ સમર્થન મળેલું છે.

બીજી તરફ વિપક્ષમાં ભાજપ અને તેમના સહયોગી પક્ષ પાસે 65 મત છે. ઉપરાંત વામદળના 14 અને તૃણમૂલ કોંગ્રેસના નવ સાંસદ પણ સરકાર વિરુદ્ધ વોટ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X