For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાની ચૂંટણી વહેલી યોજાવાના ભણકારા

By Super
|
Google Oneindia Gujarati News

Mayawati
લખનૌ, 09 ઑક્ટોબરઃ ઉત્તરપ્રદેશમાં સત્તા ગુમાવ્યા બાદ પહેલીવાર પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ યુપીની હાલની સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમજ કેન્દ્ર સરકારને સમર્થન ચાલું રાખવું કે નહીં એ અંગે બુધવારે નિર્ણય કરાશે તેમ જણાવ્યું છે.

કાશિરામ રાણાની પૂણ્યતીથિ નિમિત્તે બસપા દ્વારા આજે રાષ્ટ્રીય સંકલ્પ મહારેલીનું આયોજન કર્યું હતું. જેમાં પક્ષના કાર્યકર્તાઓને 2014ની લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવાયું હતું.

માયાવતીએ રેલીને સંબોધતા કહ્યું કે, બુધવારે બસપાની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક થશે, જેમાં કેન્દ્રની યુપીએ સરકારને સમર્થન આપવું કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. માયાવતીએ આશંકા વ્યક્ત કરી હતી કે 2014ની લોકસભાની ચૂંટણી સમય પહેલા આવી શકે છે, જે માટે કાર્યકર્તાઓએ તૈયાર રહેવું જોઇએ.

માયાવતીએ રેલી દરમિયાન એફડીઆઇ અને ડીઝલના ભાવ વધારા સહિતના કેન્દ્રના નિર્ણયનો વિરોધ કર્યો હતો. માયાવતીએ કેન્દ્રની સરકારને દલિત વિરોધી ગણાવતા કહ્યું હતું કે યુપીએ સરકારે કાશીરામ રાણાની પૂર્ણતિથીએ રજાની જાહેરાત કરવી જોઇએ પરંતુ તે કરતા નથી.

સમાજવાદી પાર્ટી પર પ્રહારો કરતા માયાવતીએ કહ્યું કે, અખિલેશની સરકાર દલિત વિરોધી છે. સપા સરકાર એ શહેરોના નામ બદલી રહી છે જે દલિત મહાપુરુષોના નામ પરથી હતા. એટલું જ નહીં ભીમરાવ આંબેડકર અને અન્ય મહાપુરુષોના નામ પરથી શરૂ કરવામાં આવેલી યોજનાઓ પણ આ સરકાર દ્વારા બંધ કરવામાં આવી રહી છે.

English summary
BSP president had announced that the final decision on continuing her party's support to the UPA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X