For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ પેટા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં ઘમાસાણ, RJD સામે માંઝીએ ઉમેદવાર ઉતાર્યા

બિહારઃ પેટા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં ઘમાસાણ, RJD સામે માંઝીએ ઉમેદવાર ઉતાર્યા

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન બનેલ મહાગઠબંધન સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે. એવું લાગે છે કે ચૂંટણીમાં મળેલ હાર બાદ પણ મહાગઠબંધનના ઘટકોએ બોધ ન મેળવ્યો. લોકસભાની એક અને વિધાનસભાની પાંચ સીટો પર થઈ રહેલ પેટા ચૂંટણીમાં મહાગઠબંધનમાં નવા સમીકરણ બનવાં શરૂ થઈ ગયાં છે. મહાગઠબંધનની કેટલીય પાર્ટીએ એકબીજા વિરુદ્ધ પોતપોતાના ઉમેદવાર ઉતારી રહી છે. બિહાર વિધાનસભાની 5 સીટો પર 21 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી થનાર છે.

જીતનરામ માંઝીએ બગાવત કરી દીધી

જીતનરામ માંઝીએ બગાવત કરી દીધી

જણાવી દઈએ કે હાલમાં જ નાથનગરથી રાજદના ઉમેદવાર રાબિયા ખાતૂનને ઉમેદવાર બનાવવાની ઘોષણા થઈ. જે બાદ હિન્દુસ્તાની આવામ મોર્ચા સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરમ માંઝીએ બગાવત કરી દીધી છે. જીતનરામે નાથનગરથી અજય કુમાર રાયની ઉમેદવારીનું એલાન કર્યું છે. બેલહર સીટ પર પણ આરજેડીએ રામદેવ યાદવના નામની ઘોષણા કરી છે. આરજેડીએ સિમરી બખ્તિયારપુરથી જફર આલમને પણ ઉમેદવાર બનાવવાનો ફેસલો કરી લીધો છે. ઘરૌંદા સીટ પર પણ આરજેડી પોતાના ઉમેદવાર ઉતારશે. મહાગઠબંધનના ઘટક દળોમાં સીટોને લઈ સામૂહિક રૂપે હજુ વાત નથી થઈ શકી.

આ પેટાચૂંટણી બિહાર વિધાનસભાની 2020ની ચૂંટણીનું સેમીફાઈનલ છે

આ પેટાચૂંટણી બિહાર વિધાનસભાની 2020ની ચૂંટણીનું સેમીફાઈનલ છે

આ પેટાચૂંટણી 2020 બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ માનવામાં આવી રહ્યું છે. પેટાચૂંટણીના પરિણામ જણાવે છે કે શું મોદીનો જાદુ યથાવત રહેશે કે જમીન પર સ્થિતિ બદલાઈ ગઈ છે કેમ કે આ વર્ષે મે મહિનામાં બિહારમાં 40 લોકસભા સીટોમાંથી 39 પર એનડીએની જીત થઈ હતી. કિશનગંજ સીટ પર કોંગ્રેસના ઉમેદવારના લડવાની સંભાવના છે. કેમ કે આ સીટ હાલના એમએલએ એમડી જાવેદ કિશનગંજથી સાંસદ બની ગયા છે.

સીટોને લઈ ગૂંચવણ

સીટોને લઈ ગૂંચવણ

જ્યારે સમસ્તીપુર લોકસભા સીટ પર પણ પેટાચૂંટણી થનાર છે અને અહીં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. કેમ કે તેમના ઉમેદવાર અશોક રામ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉપવજેતા હતા. હાલ ઘટક દળોથી ઉઠી રહેલ અવાજથી લાગી રહ્યું છે કે સીટોને લઈ ગૂંચવણ પેદા થશે. ઓછામાં ઓછા નાથનગર અને સિમરી બખ્તિયરપુર આ બે સીટ પર ત્રણેય પાર્ટીઓના ઉમેદવાર એકબીજા સામે ઉભા રહી શકે છે. રાજદ આ બે સીટોને છોડી વિધાનસભાની બાકીની બચેલ તમામ ચાર સીટ પર પોતાના ઉમેદવાર ઉતારવા માંગે છે.

સેના આગળ બેબસ થઈ ઈમરાન ખાન બોલ્યા- બીજું કોઈ હોત તો હાર્ટ અટેકથી મરી જાતસેના આગળ બેબસ થઈ ઈમરાન ખાન બોલ્યા- બીજું કોઈ હોત તો હાર્ટ અટેકથી મરી જાત

English summary
Mazzi candidate against RJD in bihar by poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X