For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ એંટીબૉડી કૉકટેલને ડૉ. ત્રેહાને ગણાવ્યુ નવુ હથિયાર, કહ્યુ - હોસ્પિટલમાં ભરતી થવાની નહિ પડે જરૂર

ભારતમાં કોવિડ એંટીબૉડી કૉકટેલ દવાએ દસ્તક દઈ દીધી છે જેના પર મેદાંતાના નિર્દેશક ડૉ. ત્રેહાને વાત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે નવા સંક્રમિતોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આ સાથે જ મૃતકોનો આંકડો પણ વધી રહ્યો છે. એટલુ જ નહિ બ્લેક ફંગસની બિમારીએ પણ હવે ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન ભારતમાં કોવિડ એંટીબૉડી કૉકટેલ દવાએ દસ્તક દઈ દીધી છે જેના પર મેદાંતાના નિર્દેશક ડૉ. ત્રેહાને જણાવ્યુ કે જ્યારે કાસિરિવિમેબ અને ઈમ્દેવીમેબને સંક્રમિત રોગીમાં પ્રારંભિક અવસ્થામાં ઈંજેક્ટ કરવામાં આવે છે ત્યારે આ વાયરસને રોગીની કોશિકાઓમાં પ્રવેશ કરવાથી રોકે છે એટલે કે વાયરસ લોડને ઘટાડવામાં સક્ષમ છે.

Dr Naresh Trehan

ડૉ. ત્રેહાનના જણાવ્યા મુજબ આ કોવિડ સામે કામ કરી રહ્યુ છે અને કોરોનાના B.1.617 વેરીઅંટ સામે પણ પ્રભાવી છે. નરેશ ત્રેહને આને કોરોના સામે એક નવુ હથિયાર પણ ગણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે પહેલા રોગી એક 82 વર્ષીય વ્યક્તિ જે ઘણી બિમારીઓથી પીડિત હતા, તેમને કાલે(25 મે) ઈંજેક્શન લગાવવામાં આવ્યુ અને હવે તેઓ ઘરે ચાલ્યા ગયા છે. અમે તેમને ફૉલો કરી રહ્યા છે.

મેદાંતાના નિર્દેશકે જણાવ્યુ કે આનો ઉપયોગ અમેરિકા અને યુરોપમાં મોટાપાયે કરવામાં આવ્યો છે. અનુભવનથી જાણવા મળ્યુ છે કે સંક્રમણના પહેલા 7 દિવસોમાં આપવા પર 70-80 ટકા લોકો જે ઈલાજ માટે હોસ્પિટલોમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તેમણે હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર નહિ પડે.

માહિતી મુજબ આ દવામાં લેબમાં બનેલી એંટીબૉડી તરત શરીરમાં કામ કરે છે. જો કે કોવિડ દર્દીમાં સામાન્ય રીતે એંટીબૉડી સંક્રમણના 14 દિવસ બાદ વિકસિત થાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં મેદાંતામાં ભરતી એક દર્દીને આ દવા આપવામાં આવી હતી.

English summary
Medanta Chairman Dr Naresh Trehan on COVID antibody cocktail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X