For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારના લોકોએ ઢાંકણી ભરી પાણીમાં ડૂબી જવું જોઇએ: લાલૂ પ્રસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lalu-prasad-yadav-speech
પટના, 13 ફેબ્રુઆરી: પત્રકાર પરિષદના તપાસ દળ દ્રારા બિહારમાં એક પ્રેસ પર બિનજાહેર સેન્સરશીપનો રિપોર્ટ આપવા બદલ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું છે કે મીડિયા પર સેન્સરશીપ લોકતંત્ર માટે ખતરનાક છે. તેમએન આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકારના લોકોએ ઢાંકણી ભરી પાણીમાં ડૂબી જવું જોઇએ.

પટનામાં બુધવારે પત્રકારો સાથે ચર્ચા કરતાં લાલૂ પ્રસાદે કહ્યું હતું કે રિપોર્ટ અનુસાર સરકાર દ્રારા પત્રકારોની જે સ્થિતી બનાવવામાં આવી છે, તે સ્થિતિ લોકતંત્ર માટે ખતરનાક છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે અહીં સરકાર દ્રારા મજૂરો, ખેડૂતો અને યુવાનોની વાત કેવી રીતે દબાવવામાં આવે છે. આ રિપોર્ટ દ્રારા સાબિત થાય છે.

લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે રિપોર્ટ બાદ સરકારના લોકો મોઢું બતાવવા લાયક રહ્યાં નથી. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તે પહેલાં પણ કહેતાં હતાં કે અહીં સમાચારપત્રોમાં લોકોની અવાઝને પુરતું સ્થાન મળતું નથી. તેમને કહ્યું હતું કે તે સંપૂર્ણ રિપોર્ટ મંગાવીને અભ્યાસ કરશે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે લોકતંત્ર માટે આ સ્થિતી વિસ્ફોટક અને ઘાતક છે. તે આ મુદ્દો જનતા સમક્ષ લઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેસની આઝાદીના હનન ફરિયાદોની તપાસ માટે પ્રેસ પરિષદના ત્રણ સભ્યોની ટુકડી થોડાં દિવસો પહેલાં બિહાર આવી હતી. આ ટુકડીએ અહીંથી પરત પોતાની ફરીયાદ પ્રેસ પરિષદને સોંપી છે.

English summary
RJD supremo Lalu Prasad Yadav Said Censorship on Media in Bihar, Dangerous for Democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X