For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યસ્થીની માહિતી મીડિયામાં લીક કરવામાં આવીઃ મુસ્લિમ પક્ષનો SCમાં દાવો

મુસ્લિમ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે બંને પક્ષો વચ્ચે સમજૂતીની શરતોની માહિતી લીક કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદની સુનાવણીના 27 દિવસ પૂરા થઈ ગયા છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે બંને પક્ષો વચ્ચે સમજૂતીની શરતોની માહિતી લીક કરવામાં આવી છે અને તેને ગોપનીય રાખવામાં આવી નથી. મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં દલીલ રજૂ કરી રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યુ કે મધ્યસ્થી દરમિયાન અમુક એવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેને ગોપનીય રાખવામાં આવ્યા નહિ અને લીક કરી દેવામાં આવ્યા.

ટ્વિટર પર લીક કરવામાં આવી માહિતી

ટ્વિટર પર લીક કરવામાં આવી માહિતી

ધવને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મુદ્દાની સુનાવણી દરમિયાન કહ્યુ કે આ મધ્યસ્થી દરમિયાન અમુક મહત્વના પુરાવા અને મંતવ્યો જેના પર ચર્ચા કરવામાં આવી હતી તેને ટ્વિટર પર લીક કરી દેવામાં આવ્યુ. આ દરમાયન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીય રંજન ગોગોઈ કે જે નવેમ્બર મહિનામાં રિટાયર થઈ રહ્યા છે અને તેમણે અયોધ્યા વિવાદની સુનાવણીની અંતિમ તારીખ 18 ઓક્ટોબર નક્કી કરી છે તેમણે કહ્યુ કે બંધારણીય પીઠ આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે નહિ કરે.

ભવિષ્ય પર થશે મોટી અસર

ભવિષ્ય પર થશે મોટી અસર

શુક્રવારે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન હિંદુ પક્ષ તરફથી દાખલ કરેલ જવાબ પર પોતાની દલીલ રજૂ કરતા મુસ્લિમ પક્ષે કહ્યુ કે અયોધ્યા કેસમાં કોર્ટના ચુકાદાની ભવિષ્ય પર ઘણી બૃહદ અને મોટી અસર થશે કારણકે ભવિષ્યમાં જે પણ મસ્જિદ વિવાદ સાથે જોડાયેલા કેસ કોર્ટમાં પહોંચશે તેના માટે આ ચુકાદાનો હવાલો આપવામાં આવશે. ધવને કહ્યુ કે આ રીતે ભવિષ્યમાં કોર્ટની અંદર આવનાર બધા મસ્જિદ વિવાદના મુદ્દાઓને અયોધ્યા વિવાદ પર કોર્ટના ચુકાદાની અસર થશે કારણકે આની ઘણુ વધુ મહત્વ છે.

આ પણ વાંચોઃ નવ દિવસ નવરાત્રિના ઉપવાસ કરે છે પીએમ મોદી, જાણો કેવુ હોય છે તેમનુ ડાયેટઆ પણ વાંચોઃ નવ દિવસ નવરાત્રિના ઉપવાસ કરે છે પીએમ મોદી, જાણો કેવુ હોય છે તેમનુ ડાયેટ

મધ્યસ્થી ચાલુ રહે

મધ્યસ્થી ચાલુ રહે

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદની સુનાવણીની અંતિમ તારીખ 18 ઓક્ટોબર નક્કી કરી છે. સાથે એ પણ કહ્યુ છે કે આ મુદ્દે મધ્યસ્થી પેનલ પોતાની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે જો મધ્યસ્થી પેનલ કોઈ પરિણામ પર પહોંચે તો તે આનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકે છે.

English summary
Mediation details leaked of Ayodhya dispute says Muslim parties in SC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X