For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યપાલને મળીને સંજયને માફીની અપીલ કરીશ: જયા

|
Google Oneindia Gujarati News

jaya bachchan
નવી દિલ્હી, 22 માર્ચ: ઇ.સ 1993ના વિસ્ફોટ દરમિયાન ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના મામલે સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા સુપ્રિમ કોર્ટ દ્વારા ફટકાર્યાના એક દિવસ બાદ રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પણ સંજ્જુને બચાવવા માટે આગળ આવી છે. જયા બચ્ચને સંજય દત્તની સજાથી નારાજ છે અને તેમણે જણાવ્યું કે સંજયની સજાને માફીની અપીલને લઇને પોતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.

તેમણે જણાવ્યું કે સંજય દત્ત 20 વર્ષથી સજા ભોગવી રહ્યા છે અને તેમને એ વાતનો પછતાવો પણ છે. જયા બચ્ચને સંજયની સજા પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે હું મારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે સંજય દત્તની સજા સુપ્રિમ કોર્ટ માફ કરી દે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સુપ્રિમ કોર્ટે વર્ષ 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટોના મામલે નિર્ણ સંભળાવતા ફિલ્મ અભિનેતા સંજયદત્તને પાંચ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે તેમને આત્મસમર્પણ માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.

English summary
Will meet governor of Maharashtra and plead for Sanjay Dutt says Jaya Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X