• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Salute: ભારતની આ મહિલાઓને સત સત પ્રણામ

|

દર વર્ષે ગણતંત્ર દિવસ પર અનેક પ્રકારના પુરસ્કાર આપવામાં આવે છે. સામાન્ય રીતે મીડિયામાં જે પુરસ્કાર લેનાર લોકોની વાતો થાય છે તે જાણીતા જ લોકો હોય છે. પણ તેવું નથી કે આ પુરસ્કાર લેનાર લોકો જ દેશની પ્રગતિ માટે કામ કરે છે. તેવા પણ અનેક લોકો છે જેમને ચહેરો એટલો જાણીતો નથી પણ તેમણે કેટલાક તેવા મહાન કામ કર્યા છે જે જાણીતા ચહેરાઓ પણ નથી કરી શકતા.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશની આવી જ કેટલીક મહિલાઓના કાર્યને સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમની નામ ભાગ્યેજ મીડિયામાં આવતું હોય છે. ત્યારે વન ઇન્ડિયા આ તમામ મહિલાઓને સલામ કરે છે. અને દેશ માટે તેમના કરેલા આ કામને બિરદાવે છે. આ મહિલા કોણ છે અને તેમણે કેવા કેવા કામ પાર પાડ્યા છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

અને હા જો તમને પણ આ મહિલા વિષે જાણીને માન અનુભવાય તો આ આર્ટીકલ શેયર જરૂરથી કરજો. જેથી કરીને આ મહિલાનો સાચા અર્થમાં સન્માન મળે. નોંધનીય છે કે તમે આ મહિલાઓને વોટ પણ કરી શકો છો. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

ત્રિવેણી આચાર્ય

ત્રિવેણી આચાર્ય

દિલ્હીની ત્રિવેણી આચાર્યે અત્યાર સુધીમાં 4000 છોકરીઓને વેશ્યાલયથી છોડાવી તેમને એક નવી ઓળખ અને એક નવું જીવન આપ્યું છે. વળી તે છોકરીઓની દેહવેપાર કરતા અનેક આરોપીઓ વિરુદ્ધ પણ કેસ ચલાવી રહી છે. જેથી ઓછામાં ઓછી દિકરીઓને આ ધંધામાં જતી રોકી શકાય.

તારા અહલૂવાલિયા

તારા અહલૂવાલિયા

ભીલવાડા રાજસ્થાનની તારા અહલૂવાલિયા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા સામે પાછલા 30 વર્ષોથી લડી રહી છે. આ પાછલા ચાર વર્ષમાં તેમણે આવા 1200 કેસ હાથ પર લીધા છે.

કિર્તી ભારતી

કિર્તી ભારતી

જોધપુરની કિર્તી ભારતી એક નીડર મહિલા છે. તેમણે અનેક નાની દિકરીઓના બાળ વિવાહને થતા અટકાવ્યા છે. અને બાળ વિવાહ જેવા દૂષણ સામે તે આજે પણ લડત આપી રહી છે.

નિર્મલ ચંદેલ

નિર્મલ ચંદેલ

જગજીત નગર હિમાચલ પ્રદેશની નિર્મલ અકાલ નારી શક્તિ સંગઠનની નેતા છે. જે મહિલાઓના પેન્શન, રાશન કાર્ડ અને જમીનમાં ભાગ જેવા વિષયો પણ વર્ષ 2008માં મોટું આંદોલન કર્યું હતું. અને આ વિષયોને અવાજ આપ્યો હતો.

વારાણસીની શ્રૃતિ

વારાણસીની શ્રૃતિ

વારાણસીની શ્રૃતિ ગ્રામીણ મહિલાઓ માટે કામ કરે છે. દલિહ મહિલાઓ અને છૂત અછૂતના પ્રશ્નો સામે અને તેમના અધિકારો માટે શ્રૃતિ લડે છે.

દીબા રોય

દીબા રોય

સિલચરની દીબા રોય, એચઆઇવી એડ્સ, ડ્રગ્સ, નિકોટીનની વિરુદ્ધ અભિયાન ચલાવે છે. દીબા અસમની પછાત મહિલાઓના ભણતર અને તેમના સામાજિક વિકાસ માટે પણ કાર્ય કરે છે.

લલિતા એસએ

લલિતા એસએ

દિલ્હીની લલિતા જીબી રોડ પર રહેતી તમામ વેશ્યાઓના પુન વસન માટે કામ કરે છે. તેમણે આ વેશ્યાઓને દેહ વેપાર છોડવા અને પોતાને એક નવી ઓળખ આપવા માટે પ્રયાસો કર્યા છે.

પ્રતિભા શર્મા

પ્રતિભા શર્મા

યુપીના મથુરાની રહેવાસી પ્રતિભા શર્મા મહિલાઓને ન્યાય આપવાનું કામ કરે છે. તે અનાથ અને વિધવા મહિલા માટે કામ કરે છે.

શ્રેયા સિંધલ

શ્રેયા સિંધલ

શ્રેયા સિંધલે સુપ્રિમ કોર્ટમાં લાંબી લડાઇ લડી છે. તેમણે આઇટી એક્ટના 66 A હેઠળ અધિકારોની જંગ જીતી છે.

લતા સુંદરમ

લતા સુંદરમ

તમિલનાડુની લતા સુંદરમે હજારો પછાત મહિલાઓને શિક્ષિત કરી છે. લતા ભારતની રાષ્ટ્રિય વોલીબોલ ટીમનો પણ ભાગ રહી ચૂકી છે.

ભાનુમતિ

ભાનુમતિ

બહરાઇચ, ઉત્તર પ્રદેશની ભાનુમતિ એક નાનકડા ગામથી આવે છે. વર્ષ 2014માં તેમણે વોટ દેવાના અધિકાર માટે જંગ લડી અને આંદોલન પછી સમગ્ર ગામ આગળ આવ્યું અને તેના લીધે વિકાસ કાર્યોમાં પણ તેજી આવી.

સુધા વર્ગિસ

સુધા વર્ગિસ

પટનાની સુધાને બાઇક વાલી દીદીના નામે ઓળખાય છે. તેમણે તેમનું જીવન મુસહર જનજાતિને સમર્પિત કર્યું છે. તે આ જનજાતિની દલિત મહિલાઓના વિકાસના કાર્યો સાથે જોડાયેલી છે.

ડોક્ટક કુમારી

ડોક્ટક કુમારી

કેરળની તિરુરની ડોક્ટર કુમારીએ પોતાના ઘરમાં અનાથઆશ્રમ ખોલ્યું છે. જ્યાં તેમણે તેવા બાળકોને મદદ કરી છે જેમનું કોઇ નથી. તેમણે અનેક બાળકોને નવજીવન પણ આપ્યું છે.

રંગૂ સૂરિયા

રંગૂ સૂરિયા

સિલિગુડીની સહાસી સમાજસેવિકા રંગૂ સૂરિયાએ લગભગ 600 બાળકો, યુવતીઓ અને મહિલાઓને વેશ્યાલયમાંથી બહાર નીકાળ્યા છે.

સુનીતા કુષ્ણન

સુનીતા કુષ્ણન

સુનીતાએ અનેક મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી બહાર નીકાળી છે. તેમણે તેવી છોકરીઓને બચાવી છે જેમને વેચી દેવામાં આવી હતી.

વોટ માટે અહીં કિલ્ક કરો

વોટ માટે અહીં કિલ્ક કરો

જો તમે પણ આમાંથી કોઇ મહિલાઓને વોટ કરવા ઇચ્છતા હોવ તો નીચેની લિંક પર ક્લિક કરો. તેમનું ફેસબુક પેઝ આ મુજબ છે જ્યાં તમે વોટ કરી શકો છો.

https://www.facebook.com/ministryWCD/app/892345240838861

English summary
Meet unknown faces of India who did several works to protects women and children of the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more