For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેઘાલયઃ કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્ય ટીએમસીમાં શામેલ, પૂર્વ સીએમ સંગમા પણ ગયા

મેઘાલયના પૂર્વ સીએમ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મુકુલ સહિત 12 ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

શિલૉંગઃ પૂર્વોત્તરના રાજ્ય મેઘાલયમાં કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. રાજ્યના પૂર્વ સીએમ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મુકુલ સહિત 12 ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે. બુધવારે મોડી સાંજે માહિતી સામે આવી છે. મુકુલ સંગમા સહિત આ 12 ધારાસભ્ય ઘણા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી સાથે પણ તેમની વાત થઈ હતી પરંતુ કોંગ્રેસ તેમને મનાવવામાં નિષ્ફળ રહી અને બધી પાર્ટીને છોડીને ટીએમસીમાં જવાનો નિર્ણય કર્યો. મુકુલ સંગમા ત્યાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો છે, એવામાં તેમના અને બીજા 11 ધારાસભ્યોના ટીએમસીમાં જવાનુ ચોક્કસપણે કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે.

Mukul Sangma

ટીએમસીના સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસના મુકુલ સંગમા સહિત કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્ય તેમની પાર્ટીમાં શામેલ થઈ ગયા છે. ત્યારબાદ ટીએમસી મેઘાલયમાં મુખ્ય વિપક્ષી દળ બની ગયુ છે. કોંગ્રેસના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યોએ એક સાથે ટીએમસીમાં શામેલ થવાનો નિર્ણય કર્યો છે માટે તેમની સામે પક્ષપલટા હેઠળ કાર્યવાહી નહિ થઈ શકે. હવે ટીએમસી જ મેઘાલયમાં કોંગ્રેસની જગ્યાએ મુખ્ય વિપક્ષી દળ હશે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ છે કે આને લઈને ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પત્ર પણ લખી દીધો છે.

મેઘાલયમાં વિધાનસભામાં વિપક્ષના નેતા મુકુલ સંગમાની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ઘણા સમયથી નહોતુ બની રહ્યુ. સંગમા વિંસેન્ટ એચ પાલાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના પણ વિરોધમાં હતા. માહિતી મુજબ છેલ્લા અમુક સમયમાં ટીએમસી તરફથી પ્રશાંત કિશોર સાથે તેમની ઘણી વાર વાતચીત થઈ. વળી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ તેમની સાથે શામેલ હતા.

તમને જણાવી દઈએ કે મેઘાલયમાં 2018માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. 60 સીટોવાળી વિધાનસભામાં કોઈ પક્ષને બહુમત નહોતુ મળ્યુ. રાજ્યમાં નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપ અને બીજા પક્ષોની મદદથી સરકાર બનાવી હતી. કોંગ્રેસ અહીં સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો હતો પરંતુ તેમને વિપક્ષમાં બેસવુ પડ્યુ હતુ.

English summary
Meghalaya: Former CM Mukul Sangma and other 11 of 17 Congress MLAs joined TMC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X