ચૂંટણી પરિણામો બાદ મેઘાલયમાં ભડકી હિંસા, આગલા આદેશ સુધી લગાવાયો કર્ફ્યુ
ચૂંટણી પરિણામો બાદ મેઘાલયના ઘણા વિસ્તારોમાં હિંસા ભડકી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. સોહરા અને માયરંગ જેવા વિસ્તારોમાં 144ની કલામ લાગૂ કરવામાં આવી છે.

Meghalaya Curfew News: ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા. મેઘાલયમાં ગુરુવાર, 2 માર્ચના રોજ વિધાનસભાની 59 સીટો માટે થયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી પરિણામો બાદ મેઘાલયના ઘણા વિસ્તારોમાં હિંસા ભડકી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભડકેલી હિંસાને જોતા પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લા પ્રશાસને સહસ્નિયાંગ ગામમાં આગલા આદેશ સુધી કર્ફ્યુ લગાવી દીધો છે. સોહરા અને માયરંગ જેવા વિસ્તારોમાં 144ની કલામ લાગૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે 2 માર્ચ, ગુરુવારે જાહેર થયેલા મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. જો કે, સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી(NPP) મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, તેણે 59 મતવિસ્તારોમાંથી 26 બેઠકો જીતી. આ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના ઘણા ભાગોમાં હિંસક ઘટનાઓ બની છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ મતગણતરી પછીની હિંસાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લા વહીવટીતંત્રે આગળના આદેશો સુધી સહસ્નિયાંગ ગામમાં કર્ફ્યુ લાદી દીધો છે.
સત્તાવાર સૂચનામાં જણાવાયુ છે કે, 'મતોની ગણતરી પછી સહસ્નિયાંગ ગામમાં હિંસા નોંધાઈ છે અને જો ધ્યાન આપવામાં ન આવે તો હિંસા ફેલાઈ શકે છે અને તીવ્ર બની શકે છે. આ વિસ્તારોમાં હિંસા તાત્કાલિક રોકવા અને વિસ્તારમાં જાહેર શાંતિ સ્થાપિત કરવા માટે કર્ફ્યુ જાહેર કરવામાં આવે છે.' મીડિયા રિપોર્ટ મુજબ પથ્થરમારાની ઘણી ઘટનાઓ બની છે. કારોને આગ લગાડવામાં આવી છે અને જાહેર સંપત્તિને નુકસાન થયુ છે. સોહરા અને મેરાંગ જેવા વિસ્તારોમાં પણ હિંસા થઈ છે, જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કલમ 144 લાગૂ
મળતી માહિતી મુજબ હિંસા તાત્કાલિક રોકવા અને વિસ્તારમાં જાહેર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બીએસ સોહલિયાએ જણાવ્યુ હતુ કે સહસ્નાિયાંગ ગામમાં તાત્કાલિક અસરથી કલમ 144 સીઆરપીસી હેઠળ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને આગામી આદેશો સુધી તે ચાલુ રહેશે.
મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી
મેઘાલયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ગુરુવારે 59 મતવિસ્તારોમાંથી 26 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, એમ ચૂંટણી પંચે ગુરુવારે જણાવ્યુ હતુ. જો કે, સંગમાની પાર્ટી ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી.
Meghalaya | The district administration of West Jaintia Hills has imposed curfew in Sahsniang village till further orders, following post-vote counting violence pic.twitter.com/yZ1n4sjqi4
— ANI (@ANI) March 3, 2023












Click it and Unblock the Notifications
