નજરકેદમાંથી મુક્ત થયા બાદ મહેબૂબા મુફ્તીએ ઘાટીના લોકોને આપ્યો સંદેશ
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ને ખતમ કરાયા બાદથી જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી નજરકેદ હતા. લગભગ એક વર્ષથી વધુ સમય સુધી નજરકેદ રહ્યા બાદ મહેબૂબા મુફ્તીને મુક્ત કરી દેવામાં આવ્યા છે. મુક્ત થયા બાદ મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે આજે એક વર્ષથી પણ વધુ સમય બાદ હું મુક્ત થઈ છુ, આ દરમિયાન ઓગસ્ટ, 2019ના કાળા દિવસને કાળો નિર્ણય દરેક પળ મારા દિલ અને આત્મા પર વાર કરતો રહ્યો. મને અહેસાસ છે કે આ કેફિયત જમ્મુ કાશ્મીરના તમામ લોકોની રહી હશે. મહેબૂબા મુફ્તીએ એક ઑડિયા સંદેશ દ્વારા જમ્મુ કાશ્મીરના લોકોને સંબોધિત કર્યા.

કામ ચાલુ રાખીશુ
મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે આપણામાંથી કોઈ વ્યક્તિ એ દિવસની યાતના અને અપમાનને ભૂલી નહિ શકે. હવે આપણે સૌએ એ વાત સમજવી પડશે કે જે દિલ્લી દરબારે 5 ઓગસ્ટે ગેરકાયદે રીતે આપણી પાસેથી છીનવી લીધુ છે તેને પાછુ લેવાનુ છે પરંતુ આ સાથે સાથે કાશ્મીરના એ મુદ્દાઓ, જેના કારણે જમ્મુ કાશ્મીરમાંથી હજારો લોકોએ પોતાનો જીવ આપી દીધો, તેને ઉકેલવા માટે આપણે પોતાનુ કામ ચાલુ રાખવાનુ છે. હું માનુ છુ કે આ રસ્તો બિલકુલ સરળ નહિ હોય પરંતુ મને વિશ્વાસ છે કે આપણા સૌની હિંમતથી આ દૂર્ગમ રસ્તો આપણે પાર કરી શકીશુ. આજે જ્યારે મને મુક્ત કરવામાં આવી છે, હું ઈચ્છુ છુ કે જમ્મુ કાશ્મીરના જેટલા પણ લોકો દેશની જેલોમાં બંધ કરવામાં આવ્યા છે તેમને વહેલી તકે મુક્ત કરવામાં આવે.
|
મંગળવારે કરવામાં આવ્યા મુક્ત
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવકતા રોહિત કંસલે મંગળવારે મોડી સાંજે જણાવ્યુ કે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીને કસ્ટડીમમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી 5 ઓગસ્ટ, 2019ના રોજ આર્ટિકલ 370ની જોગવાઈએને હટાવવા સાથે જ મહેબૂબા મુફ્તીને પીએસએ હેઠળ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી તેમની કસ્ટડીનો સમય સતત વધારવાાં આવી રહ્યો હતો. છેવટે 14 મહિના અને આઠ દિવસ બાદ જમ્મુ કાશ્મીર પ્રશાસને તેમને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

મહેબૂબાની દીકરી ઘણી વાર કોર્ટનો દરવાજો ખખડાવી ચૂકી છે
મહેબૂબા મુફ્તીની મુક્તિ માટે તેમની દીકરી ઘણી વાર કોર્ટમાં જઈ ચૂકી છે. મહેબૂબા મુફ્તીની મુક્તિ બાદ તેમન દીકરી ઈલ્તિજાએ તેના જ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને મુશ્કેલ સમયમાં સાથ આપનારનો આભાર માન્યો. વળી, પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંગ્રેસના નેતા ઉમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. ઉમર અબ્દુલ્લાઓ મહેબૂબાનુ સ્વાગત કરીને પોતાના ટ્વિટમાં લખ્યુ કે તેમને નિરંતર કસ્ટડીમાં રાખવા લોકતંત્રના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ હતુ.
Video: હાથી પર બેસીને યોગ કરતી વખતે પડ્યા બાબા રામદેવ, વીડિયો થયો વાયરલ