For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી ગુમ, જપ્ત થઈ હીરા વેપારીની ખાલી કાર

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને હીરા વેપારી મેહુલ ચોક્સીના ગુમ થયાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને હીરા વેપારી મેહુલ ચોક્સીના ગુમ થયાના સમાચાર છે. મેહુલ ચોક્સી 2018માં ભારતથી ભાગી ગયા બાદ કેરેબિયાઈ દેશ એંટીગા એન્ડ બારબુડામાં રહેતો હતો. મેહુલ ચોક્સીના વકીલનો દાવો છે કે હીરા વેપારીની ખાલી કાર જપ્ત કરવામાં આવી પરંતુ તેમની કોઈ જાણ નથી. 61 વર્ષીય ભારતીય વેપારી અને આભૂષણ ગીતાંજલિ સમૂહના માલિક મેહુલ ચોક્સી પરિવારજનો ચિંતિંત છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મેહુલ ચોક્સીને છેલ્લી વાર રવિવારે જોવામાં આવ્યા હતા. તેમને સોમવારે (24 મે)નો આખો દિવસ જોવામાં આવ્યો નથી અને પરિવાર સાથે પણ તેનો સંપર્ક થઈ રહ્યો છે.

Mehul Choksi

છેલ્લી વાર રવિવારે જોવામાં આવ્યો હતો મેહુલ ચોક્સીને

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના ગુમ થયા બાદ એંટીગુઆ પોલિસ શોધમાં લાગી છે. એંટીગુઆથી સ્થાનિક રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મેહુલ ચોક્સી રવિવારે દ્વીપના દક્ષિણી ભાગમાં એક જાણીતી રેસ્ટોરાંમાં રાતના ભોજન માટે પોતાના ઘરેથી નીકળ્યા અને પછી ક્યારેય દેખાયા નથી. બાદમાં તેમની કાર તો મળી ગઈ પરંતુ તેમની કોઈ જાણ નથી. સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હીરા વેપારીની ગાડી સોમવારે સાંજે ડૉલી હાર્બરમાં જપ્ત કરવામાં આવી ચે. જેમાં કોઈ પ્રકારના પુરાવા મળ્યા નથી.

વકીલે કહ્યુ - પરિવાર સુરક્ષા માટે ચિંતિત છે

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ કે વેપારીના પરિવારવાળા ચિંતિત છે અને તેમણે જ આ વિશે તેમને ફોન કરીને સૂચના આપી હતી. વળી, હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરીને ચોક્સીના વકીલે અગ્રવાલે કહ્યુ, 'મેહુલ ચોક્સી ગુમ છે. તેમના પરિવારના સભ્યો ચિંતિત છે અને તેમણે ચર્ચા માટે બોલાવ્યો હતો. એંટીગુઆ પોલિસ તપાસ કરી રહી છે. પરિવવારને કંઈ પણ ખબર નથી અને તેમની સુરક્ષા માટે ચિંતિત છે.'

13,500 કરોડના કૌભાંડનો મેહુલ ચોકસી પર આરોપ

કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ) અને ઈડી કરોડો રૂપિયાના એક કૌભાંડ માટે મેહુલ ચોક્સીને શોધી રહ્યા છે. મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર સરકારી બેંક પીએનબીમાંથી 13,500 કરોડ રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે. મેહુલ ચોક્સીએ કેરેબેયાઈ દેશ એંટીગા એન્ડ બારબુડાની નાગરિકતા ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ લીધી છે.

English summary
Mehul Choksi missing in Antigua, lawyer claims his family is worried.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X