For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓગળતા ગ્લેશિયર બની શકે છે કોરોનાથી પણ મોટી મહામારીનું કારણ, જાણો શું કહ્યું વૈજ્ઞાનિકોએ?

માણસજાતના સ્વાર્થે હંમેશા દુનિયાને વિનાસના રસ્તે જ ધકેલી છે. કોરોના હોય કે જલવાયુ પરિવર્તન, આ તમામ બાબતો માનવનિર્મિત છે. આ વસ્તુઓએ દુનિયામાં લાખો લોકોને પ્રભાવિત કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

માણસજાતના સ્વાર્થે હંમેશા દુનિયાને વિનાસના રસ્તે જ ધકેલી છે. કોરોના હોય કે જલવાયુ પરિવર્તન, આ તમામ બાબતો માનવનિર્મિત છે. આ વસ્તુઓએ દુનિયામાં લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. હજુ પણ માણસની લાલસા પુરી થતી નથી ત્યારે હવે વૈજ્ઞાનિકોએ મોટી ચેતવણી આપી છે. હવે વૈજ્ઞાનિકોએ વાતાવરણમાં બદલાવને કારણે ઓગળી રહેલા ગ્લેશિયરને લઈને મોટી ચેતવણી ઉચ્ચારી છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે જો માણસ જાત સમયસર નહીં સમજે તો કોરોના કરતા પણ મોટી મહામારીનો સામનો કરવો પડશે.

વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

બદલાઈ રહેલી આબોહવાની ખરાબ અસરો દુનિયાભરમાં જોવા મળી રહી છે. હવે દુનિયાભરમાં પુર અને દુષ્કાળ જેવા પરિણામો સામે આવવા લાગ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોને લાગે છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઓગળતા ગ્લેશિયર નવી મહામારીને નોતરી શકે છે. વૈજ્ઞાનિકોને માટીના પૃથ્થકરણથી ખબર પડી છે કે, વાઈરલ સ્પીલોવર અને જીવલેણ વાયરસથી ચેપનું જોખમ હોઈ શકે છે.

ઓગળતા ગ્લેશિયરે ચિંતા વધારી

ઓગળતા ગ્લેશિયરે ચિંતા વધારી

વિશ્વમાં જળવાયુ પરિવર્તન વધી રહ્યું છે. ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોના તાજા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગ્લેશિયર પીગળવાને કારણે તેમાં રહેલા વાયરસ બહાર આવી શકે છે. ગ્લેશિયર પીગળવાથી તેની અંદર પરમાફ્રોસ્ટ પણ બહાર આવશે. તેની સાથે જ તેમાં રહેલા વાયરસ અને બેક્ટેરિયા પણ બહાર આવશે.

SARS-CoV-2 જેવા વાયરસ આવી શકે

SARS-CoV-2 જેવા વાયરસ આવી શકે

ગ્લેશિયરમાં રહેલા વાયરસ અત્યંત જીવલેણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ વન્યજીવોને સંક્રમિત કરી શકે છે. જે બાદમાં તેની અસર માણસો પર થશે. હિમ નદીઓમાંથી નીકળતા વાઈરસ SARS-CoV-2 જેવા જ હશે. જે કોરોના રોગચાળાનું કારણ બન્યા હતા. ગ્લેશિયરના પરમાફ્રોસ્ટમાંથી નીકળતા વાયરસ કોરોના જેવી મહામારી કરતા પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

સ્પિલઓવર શું છે?

સ્પિલઓવર શું છે?

વાઈરલ સ્પિલઓવર એ એક પ્રક્રિયા છે, તેમા દરેક વ્યક્તિ ચોક્કસ વાયરસથી સંક્રમિત થાય છે. સ્પિલઓવરને કારણે ફેલાતો વાયરસ કાયમી ચેપનું કારણ બને છે.

જર્નલમાં અભ્યાસ પ્રકાશિત થયો

જર્નલમાં અભ્યાસ પ્રકાશિત થયો

રોયલ સોસાયટીના સાયન્સ જર્નલ પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધકોએ સ્પિલોવર્સની સંભવિતતાની વિગતો આપી છે. આ સાથે માનવ જીવન પર તેની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંશોધકોની ટીમે વિશ્વના સૌથી મોટા અને ઉંચા આર્ક્ટિક તાજા પાણીના તળાવ હેગનમાંથી માટી અને કાંપના નમૂના એકત્રિત કર્યા હતા. આ સેમ્પલના આરએનએ અને ડીએનએની તપાસ કરવામાં આવી હતી. અહીં મળી આવેલા કોરોના જેવા વાયરસ સાથે મેળ ખાતા કોઈપણ વાયરસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

તિબેટીયન ગ્લેશિયરમાં 23 નવા વાયરસ મળ્યા

તિબેટીયન ગ્લેશિયરમાં 23 નવા વાયરસ મળ્યા

2021 માં વૈજ્ઞાનિકોએ ગ્લેશિયર્સનો અભ્યાસ કરતી વખતે 33 વાયરસ શોધી કાઢ્યા હતા. આ અંગે સંશોધકોએ કહ્યું કે તે 15,000 વર્ષથી વધુ સમયથી ગ્લેશિયરની અંદર થીજી ગયેલા હતા. તેમાંથી 28 એવા વાયરસ મળી આવ્યા હતા જે અન્ય કોઈ વર્તમાન વાયરસ સાથે મેળ ખાતા નથી. આ સંશોધન તિબેટીયન ગ્લેશિયર પર કરવામાં આવ્યું હતું, જે ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહ્યું છે.

English summary
Melting glaciers can be the cause of an epidemic bigger than Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X