For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદની કેન્ટીનમા ખતમ થશે ફૂડ સબસિડી, નહિ મળે હવે સસ્તુ ભોજન!

સંસદની કેન્ટીનમાં સાંસદોને મળતી ફૂડ સબસિડી ખતમ થઈ જશે એટલે કે હવે સંસદની કેન્ટીનમાં સાંસદોને સસ્તા નહિ પરંતુ સામાન્ય રેટ પર ભોજન મળશે.

|
Google Oneindia Gujarati News

સંસદની કેન્ટીનમાં સાંસદોને મળતી ફૂડ સબસિડી ખતમ થઈ જશે. બિઝનેસ એડવાઈઝરી કમિટીએ સબસિડી ખતમ કરવાનુ સૂચન આપ્યુ હતુ જેના પર બધા પક્ષોના સાંસદોએ પોતાની સંમતિ આપી દીધી છે. એટલે કે હવે સંસદની કેન્ટીનમાં સાંસદોને સસ્તા નહિ પરંતુ સામાન્ય રેટ પર ભોજન મળશે. તમને જણાવી દઈએ કે સંસદની કેન્ટીનમાં સબસિડી પર વાર્ષિક લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.

બધી પાર્ટીઓના સાંસદોએ સબસિડી છોડવા પર સંમતિ દર્શાવી

બધી પાર્ટીઓના સાંસદોએ સબસિડી છોડવા પર સંમતિ દર્શાવી

મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકસભા સ્પીકર ઓમ બિડલાના સૂચન બાદ બિઝનેસ એડવાઈધરી કમિટીએ આના પર ચર્ચા કરી હતી. આ સૂચન પર બધી પાર્ટીઓના સાંસદોએ સંમતિ દર્શાવી છે. જો સંસદની કેન્ટીનમાંથી સબસિડી ખતમ કરી દેવામાં આવે તો વાર્ષિક લગગ 15 કરોડની બચત થે. સંસદની કેન્ટીનમાં મળતી સબસિડી માટે ઘણીવાર વિવાદ થતો રહે છે. ઘણીવાર એ સવાલ ઉઠે છે કે સાંસદે કેન્ટીનમાં ભોજન પર આટલી સબસિડી કેમ આપવામાં આવે છે.

સબસિડી પર ઘણી વાર ઉઠે છે સવાલ

સબસિડી પર ઘણી વાર ઉઠે છે સવાલ

થોડા દિવસો પહેલા સંસદની કેન્ટીનની રેટ લિસ્ટ સામે આવી હતી. વર્ષ 2017-18 સુધી સંસદની કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયા, પ્લેન ડોસા 12 રૂપિયા, વેજ થાળી 35 રૂપિયા અને થ્રી કોર્સ લંચ 106 રૂપિયામાં મળતો હતો. 12 રૂપિયામાં ડોસા સંસદની બહાર કદાચ જ ક્યાંય મળશે. પરંતુ સાંસદોને આ સુવિધા સંસદની કેન્ટીનમાં મળતી હતી. એક આરટીઆઈના જવાબમાં સબસિડી પર મળતા ભોજનના ભાવ સામે આવ્યા હતા. જો કે હવે સંસદની કેન્ટીનમાં સસ્તુ ભોજપ મળવાનુ બંધ થઈ શકે છે. થોડા દિવસો અગાઉ લોકસભામાં કેન્ટીનમાં ભોજનના રેટને રિવાઈઝ કરવામાં આવ્યા હતા અને સબસિડી ઘટાડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: એવી એવી ઘટનાઓ કહીશ કે ચોંકી જશો તમેઃ જયા બચ્ચનઆ પણ વાંચોઃ VIDEO: એવી એવી ઘટનાઓ કહીશ કે ચોંકી જશો તમેઃ જયા બચ્ચન

સબસિડી ખતમ થવા પર નહિ મળે સસ્તુ ભોજન

સબસિડી ખતમ થવા પર નહિ મળે સસ્તુ ભોજન

પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આખી સબસિડી ખતમ થવાની તૈયારી થઈ રહી છે. વર્ષ 2015માં પણ કેન્ટીનમાં ભોજનની કિંમત પર 80 ટકા સબસિડી આપવાની વાત સામે આવી હતી. એ વખતે બીજદના સાંસદ વિજયંત જય પાંડાએ સ્પીકરને પત્ર લખ્યો હતો અને સબસિડી ખતમ કરવાની માંગ કરી હતી. ત્યારે બીજદ સાંસદે એ વાતનો હવાલો આપ્યો હતો કે જો કેન્દ્ર સરકાર આર્થિક રીતે સક્ષમ લોકોને એલપીજી સબસિડી છોડવાની વાત કરી રહી હોય તો બધા સાંસદોને કેન્ટીનમાં મળતી ફૂડ સબસિડી પાછી લેવી જોઈએ.

English summary
members of parliament decided to let go of the food subsidy at canteen, sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X