For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017: આત્મહત્યાની કોશિશને હવે અપરાધ માનવામાં નહિ આવે

આત્મહત્યાની કોશિશ કરવી હવે દેશમાં અપરાધ માનવામાં નહિ આવે. આરોગ્ય મંત્રાલયે 29 મે ના રોજ મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 ને નોટિફાઈ કરતા આ સ્પષ્ટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

આત્મહત્યાની કોશિશ કરવી હવે દેશમાં અપરાધ માનવામાં નહિ આવે. આરોગ્ય મંત્રાલયે 29 મે ના રોજ મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 ને નોટિફાઈ કરતા આ સ્પષ્ટ કર્યુ છે. આ અધિસૂચના લોકસભામાં આ બિલ પાસ થયાના એક વર્ષ બાદ જારી કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ગયા વર્ષે લોકસભામાં આ વિધેયક રજૂ કરતા કહ્યુ હતુ કે આ વિધેયકમાં એક બહુ જ મહત્વની વાત એ છે કે આમાં આઈપીસીની ધારાને બાજુએ મૂકી દેવામાં આવી છે.

માનસિક બિમારી માનવામાં આવશે નહિ કે અપરાધ

માનસિક બિમારી માનવામાં આવશે નહિ કે અપરાધ

જેપી નડ્ડાએ કહ્યુ હતુ કે હવે આત્મહત્યાના પ્રયાસના મામલાને આઈપીસી પ્રાવધાનો હેઠળ જોવામાં આવી શકશે નહિ. તેમણે કહ્યુ હતુ કે જો કોઈ વ્યક્તિ પોતાના દુઃખમાં આ પ્રકારનું પગલુ ઉઠાવે તો તેને માનસિક બિમારી માનવામાં આવશે નહિ કે અપરાધ.

મંત્રાલયે આ ડ્રાફ્ટ પર સપ્ટેમ્બર મહિના સુધી લોકોની સલાહ માંગી

મંત્રાલયે આ ડ્રાફ્ટ પર સપ્ટેમ્બર મહિના સુધી લોકોની સલાહ માંગી

મેન્ટલ હેલ્થકેર બિલમાં માનસિક રીતે બિમાર વ્યક્તિની કેર કરનાર પ્રતિનિધિની નિયુક્તિ પણ કરવામાં આવશે અને તેમની માનસિક સ્થિતિ પર નજર રાખવામાં આવશે. દેશભરમાં લગભગ 6-7 ટકા આ પ્રકારના મામલા આવે છે જેમાં 1-2 ટકા જ વાસ્તવમાં માનસિક બિમાર હોય છે. આરોગ્ય મંત્રાલયે આ ડ્રાફ્ટ પર સપ્ટેમ્બર મહિના સુધી લોકોની સલાહ માંગી છે.

માનસિક રીતે બિમાર લોકોને ઈલાજનો અધિકાર

માનસિક રીતે બિમાર લોકોને ઈલાજનો અધિકાર

મેન્ટલ હેલ્થકેર બિલ બધી સરકારી હોસ્પિટલોમાં માનસિક રીતે બિમાર લોકોને ઈલાજનો અધિકાર આપે છે. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે નિયમ અને કાયદો બનાવવા માટે હેલ્થકેર પ્રોફેશનલ્સ અને એક્સપર્ટની એક ટીમની રચના કરી હતી. મેન્ટલ હેલ્થકેર બિલ હેઠળ કોઈ પણ પ્રકારનો નિયમ તોડવા પર છ મહિનાની જેલ અથવા 10000 રૂપિયા દંડ અથવા બંને થઈ શકે છે. અપરાધ ફરીથી થવા પર બે વર્ષની જેલ અથવા 50000 રૂપિયાથી 5 લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

માનસિક રૂપે બિમાર બાળકને ઈલેક્ટ્રીક શૉક આપવા પર પ્રતિબંધ

માનસિક રૂપે બિમાર બાળકને ઈલેક્ટ્રીક શૉક આપવા પર પ્રતિબંધ

આ કાયદા હેઠળ માનસિક રૂપે બિમાર બાળકને ઈલેક્ટ્રીક શૉક આપવા પર પણ પ્રતિબંધ છે. જો કે વયસ્કોને એનેસ્થેસિયા હેઠળ ઈલેકટ્રીક શૉક આપી શકાય છે. બિલમાં માનસિક રીતે બિમાર વ્યક્તિને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તે લિખિત આપીને એ બતાવી શકે છે કે તેની દેખરેખ અને ઈલાજ કેવી રીતે કરવામાં આવે.

English summary
Mental Healthcare Act 2017 attempting suicide no longer a crime in India Health ministry notifies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X