For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુઃ ચીની રાષ્ટ્રપતિને ડિનરમાં પિરસવામાં આવી આ ડિશ, જુઓ આખુ મેનુ

પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાનદાર રાત્રિ ભોજનમાં અન્ય વ્યંજનો સાથે સાથે દાળથી બનાવાતા પારંપરિક દક્ષિણ ભારતીય વ્યંજનોનો આનંદ લીધો.

|
Google Oneindia Gujarati News

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસીય ભારત પ્રવાસ પર છે. શુક્રવારે પીએમ મોદી અને શી જિનપિંગની ચેન્નઈના મહાબલીપુરમમાં મુલાકાત થઈ. મહાબલીપુરમમાં મોદીએ તમિલનાડુના પરંપરાગત પોષાકમાં જિનપિંગનુ સ્વાગત કર્યુ. શી જિનપિંગે મહાબલીપુરમમાં ઘણી ઐતિહાસિક ધરોહરોની મુલાકાત લીધી અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લીધો. ત્યારબાદ સાંજે પીએમ મોદીએ જિનપિંગ માટે એક ખાસ ડિનરની યજમાની કરી. બંને નેતાઓએ શાનદાર રાત્રિ ભોજનમાં અન્ય વ્યંજનો સાથે સાથે દાળથી બનાવાતા પારંપરિક દક્ષિણ ભારતીય વ્યંજનોનો આનંદ લીધો.

પહેલા કોર્સમાં પિરસવામાં આવી આ ડિશ

પહેલા કોર્સમાં પિરસવામાં આવી આ ડિશ

જિનપિંગ ગુંડીના આઈટીસી ગ્રાંડ ચોલા હોટલમાં રોકાયા છે. ત્યાં તેમના માટે ખાસ બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે પીએમ મોદી તરફથી આપવામાં આવેલા ડિનરમાં રાષ્ટ્રપતિ જિનપિંગને મોટાભાગે નૉનવેજ પિરસવામાં આવ્યુ. રાષ્ટ્રપતિ જિનપિંગને ફાઈવ કોર્સ મીલ પિરસવામાં આવ્યુ. સૌથી પહેલા ટામેટાનો સૂપ (થક્કલી રસમ) થી ડિનરની શરૂઆત થઈ. બીજા કોર્સમાં માલાબાર લોબસ્ટર, કોરી કેંપૂ, મટન ઉલથીયાડુ પિરસવામાં આવ્યુ.

અંતમાં પિરસવામાં આવી આ ડિશ

ત્રીજા કોર્સમાં કારુવેલ્લાઈ મીન વરુવલ, તંજોર કોઝિ કરી, યેરાચી ગેટ્ટી કોઝામબુ, બીટરુટ ગૉનગુરા ચૉપ, પચા સુનદકઈ અચા કોઝામબુ, અરાચુ બિટટા સંભર, મમસમ બિરિયાની, ભારતીય રોટી પિરસવામાં આવી. ચોથા કોર્સમાં અદા પ્રધામન, કવાનરાસી હલવો અને મુક્કાની આઈસક્રીમ પિરસવામાં આવી. સૌથી અંતમાં ચા-કોફી-મસાલા ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી, વેજ મેનુમાં કીરઈ વડા, બેબીકૉર્ન કુરુમિલગા, પનીર ઘી રોસ્ટ, કડલાઈ કુરુમા, પૂસનિકઈ મોરે કરી જેવી ડિશ પિરસવામાં આવી.

આ પણ વાંચોઃ પીએમ મોદી અને જિનપિંગની બેઠક 5 કલાક સુધી ચાલી, આ મુદ્દાઓ પર થઈ વાતચીતઆ પણ વાંચોઃ પીએમ મોદી અને જિનપિંગની બેઠક 5 કલાક સુધી ચાલી, આ મુદ્દાઓ પર થઈ વાતચીત

બ્રેકફાસ્ટમાં હોઈ શકે છે આ વ્યંજન

શી જિનપિંગને અપાનાર બ્રેકફાસ્ટ પણ ખાસ હશે. તેમને આમાં તમિલ વ્યંજન આપવામાં આવશે. આમાં ડોસા, ઈડલી, વડા, સંભાર, ચટની, વેન પોંગલ, ઈડિયપ્પમ અને વડા કરી હશે. આ સાથે એક શેફ પણ જિનપિંગને અહીંના પારંપરિક વ્યંજનો વિશે માહિતી આપશે.

English summary
menu of the dinner hosted by Prime Minister Narendra Modi for Chinese President Xi Jinping in Mahabalipuram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X