ટ્વિટર પર 'મારુ બૂથ સૌથી મજબૂત'ની સામે ટ્રેન્ડ થયું 'મારો જવાન સૌથી મજબૂત'

મોદીના કેમ્પેઈન સામે ટ્રેન્ડ થયું 'મારો જવાન સૌથી મજબૂત'

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદનના પાકિસ્તાનના કબ્જા વાળા વિસ્તારમાં પહોંચ્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અહેવાલ સામે આવતા જ આખો દેશ એક સ્વરમાં તેમની રિહાઈની માંગ કરવા લાગ્યો. લોકોએ દરેક પ્રકારે સરકારને અપીલ કરી અને કહ્યુ્ં કે વિંગ કમાંડર અભિનંદનને કોઈપણ હાલતમાં ભારત લાવવામાં આવે. બીજી બાજુ વિપક્ષી દળોએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું કે વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈની કોશિશ કરવાને બદલે તેઓ ચૂંટણી કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે. જે બાદ જોતજોતામાં કેટલીક વારમાં ટ્વિટર પર #MeraJawanSabseMajboot ટ્રેન્ડ કરવા લાગ્યું, તે સમયે ભાજપનો #MeraBoothSabseMazboot કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

મેરા જવાન સબસે મજબૂત દ્વારા વિપક્ષનો ભાજપ પર હુમલો

મેરા જવાન સબસે મજબૂત દ્વારા વિપક્ષનો ભાજપ પર હુમલો

કોંગ્રેસના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી આ હેશટેગ સાથે ટ્વિટ કરવામાં આવ્યું, શર્મનાક છે કે આપણા જવાન વિંગ કમાન્ડર અભિનંજનની વાપસી માટે જ્યારે આખો દેશ ઈંતેજાર કરી રહ્યો હતો, ત્યારે પ્રાઈમ ટાઈમ પીએમ અમુક મિનિટો માટે પણ ચૂંટણી પ્રચાર બંધ નથી કરી શકતે. અમે અમારા સૈનિકો સાથે ઉભા છીએ અને મોદી સરકાર સમક્ષ તેમની ઉદાસીનતા પર સવાલ ઉઠાવી રહીશું.

કોંગ્રેસ-આપ નેતાઓએ મોદીને ઘેર્યા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર #MeraJawanSabseMajboot #BringBackAbhinandan હેશટેગ સાથે લખ્યું- તારું બૂથ તને લઈ ડૂબશે. ઉપરાંત કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈએ ટ્વીટ કર્યું, 'કરતે હૈં ઉન વીરોં કો સલામ જિન્હોને અપની વીરતા સે દેશ કો ગૌરવાન્વિત મહસૂસ કરવાયા. ઐસી પરિસ્થિતિ મેં અબ હમેં એકજૂટ હોકર હમારી સેના કો પૂરા સમર્થન દેના હૈ, ઉન્હે ઔર ભી મજબૂત કરના હૈ.'

અન્ય યૂઝર્સે પણ ભારતને ખરી-ખોટી સંભળાવી

આ હેશટેગ સાથે વિપક્ષી દળના નેતાઓએ ટ્વીટ કર્યુ્ં અને સાથે જ અન્ય યૂઝર્સે પણ ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું. જોતજોતામાં #MeraJawanSabseMajboot હેશટેગ ટૉપ પર પહોંચી ગયું અને ભાજપી કાર્યક્રમને લઈ ચલાવવામાં આવી રહેલ હેશટેગ #MeraBoothSabseMazboot બીજા સ્થાને જતું રહ્યું. લોકોમાં ગુસ્સો સીમા પા ચાલી રહેલ તણાવ વચ્ચે પાર્ટી પ્રચાર પર છે. હેમંત રજૌરા નામના એક યૂઝરે લખ્યું કે બેશર્મીની એક હદ હોય છે. આપણો જવાન પાકિસ્તાનના કબ્જામાં છે અને તમને પાર્ટીના પ્રચારની પડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X